Geo Gujarat News

ભરૂચ: ૬૩.૯૪ લાખની છેતરપિંડી કરતા ત્રિપુટી સામે ફરિયાદ, ફાઈનાન્સમાં ઈન્વેસ્ટ કરવાના બહાને લાખોનો ચૂનો ચોપડાયો.!!

ભરૂચની ભોલાવ જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપનીના પ્રોડક્શન મેનેજર ઈન્વેસ્ટમેન્ટના નામે બોગસ કંપનીમાં રૂપિયા ઈન્વેસ્ટ કર્યા હોય અને છેતરપિંડીનો ભોગ બનતા ફાઈનાન્સ કંપની ગેરકાયદેસર હોવાનું સામે આવતા ફરિયાદીએ પોતાની કંપનીના એકાઉન્ટ હેડ તથા તેની પત્ની તેમજ અન્ય એક મળી ત્રિપુટી સામે બોગસ દસ્તાવેજો ઉભા કરી પૂર્વ આયોજિત કાવતરું રચી ૬૩.૯૪ લાખની છેતરપિંડીનો ગુનો દાખલ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથધરી હતી. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ગાર્ડન સીટી,જીતાલી અંક્લેશ્વરના રહીશ યોગેશભાઈ જોષીએ ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદી છેલ્લા ૨૦ વર્ષથી ભોલાવ જીઆઈડીસી માં આવેલી રાહુલ કહેણ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં પ્રોડક્શન મેનેજર તરીકે નોકરી કરે છે અને તેઓની કંપનીમાં એકાઉન્ટ હેડ તરીકે નોકરી કરતા બ્રજેશકુમાર ભગવતી પ્રસાદ શ્રીવાસ્તવ રહે.આર કે કાઉન્ટી ,નર્મદા કોલેજ સામે રહેતા હોય અને તેમની સાથે પરિચય થતા તેમના ઘરે અવરજવર તથા ગાઢ મિત્રતા હોવાના કારણે તેઓએ ફરિયાદીને કહેલ કે મારી નેશનલ સ્ટોક એક્ષચેન્જ (N.S.E) માં ભરૂચમાં બ્રોકર તરીકે નિમણુંક થયેલ છે અને મારી સાથે અંશલાલા શ્રીવાસ્તવ ફાઈનાન્સ મેનેજર તરીકે છે અને મારી પત્ની નિશા પણ અમારી સાથે જોડાયેલ છે.ત્યાર બાદ બ્રજેશકુમાર ભગવતી પ્રસાદ શ્રીવાસ્તવે ફરિયાદીને એક ઈમેલ આઈડી તથા વોટ્સએપ ઉપર નેશનલ સ્ટોક એક્ષચેન્જ (N.S.E) મથાળા વારો ચીફ ફાઈનાનસ ઓફિસરના સહી સિક્કા વાળો લેટર જેમાં બ્રજેશકુમાર ભગવતી પ્રસાદ શ્રીવાસ્તવની બ્રોકર તરીકે નિમણુંક કરેલ હોવાનું દર્શાવેલ અને નેશનલ સ્ટોક એક્ચેન્જ (N.S.E) માં તેના ઈન્વેસ્ટમેન્ટ બ્રોકર તરીકેની વિગતો દર્શાવેલી જેથી ફરિયાદી બ્રજેશકુમાર ભગવતી પ્રસાદ શ્રીવાસ્તવની વાતોમાં આવી ગયેલ અને વિવિધ મિત્રો પાસેથી ઓનલાઈન પેમેન્ટ ચુકવ્યું હતું.જેમાં અલગ અલગ સમયે અલગ અલગ રકમો મળી ૬૩.૯૪ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરેલ અને આવી કોઈ ફાઈનાન્સ કંપની ન હોવાનું તથા આખેય આખી કંપની બોગસ હોવાનું સામે આવતા અને ફરિયાદી છેતરાયા હોવાનું મોડે મોડે જ્ઞાન થતા આખરે ત્રિપુટી સામે ફરિયાદ નોંધાવી હતી.

ફાઈનાન્સમાં ઈન્વેસ્ટ કરવાના બહાને ભરૂચની કંપનીના પ્રોડક્શન મેનેજરને એકાઉન્ટ હેડે પત્ની અને તેના મળતીયા સાથે મળી ૬૩.૯૪ લાખનો ચુનો ચોપડયો.!!

ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે આર કે કાઉન્ટી નર્મદા કોલેજ સામે રહેતા બ્રજેશકુમાર ભગવતી પ્રસાદ શ્રીવાસ્તવ તેની પત્ની નિશાબેન બ્રજેશકુમાર શ્રીવાસ્તવ તથા તેના એપાર્ટમેન્ટમાં રહેતા નકલી ફાઈનાન્સ કંપની ઉભી કરનાર અંશલાલા શ્રીવાસ્તવ સામે છેતરપિંડી એક્ટ હેઠળ ૪૨૦ તથા બોગસ દસ્તાવેજો ઉભા કરવા બદ્દલ આઈપીસી ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ તથા છેતરપિંડી માટે પૂર્વ આયોજિત કાવતરું કરવા બદલ ૧૨૦ (બી) તથા સાયબર એક્ટ ૬૬ (સી) અને ૬૬ (ડી) મુજબ ગુનો દાખલ કરી ત્રિપુટીને ઝડપી પાડવાની કવાયત હાથધરી છે. ભરૂચમાં કંપનીના પ્રોડક્શન મેનેજરે ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે ખોટી અને બોગસ ફાઈનાન્સ કંપનીના ઝાંસામાં ફસાઈ જતા વળતર તો ઠીક પણ મૂડીના ૬૩ લાખ ૯૪ હજાર ગુમાવવા પડયા છે અને કંપનીના એકાઉન્ટ હેડે કંપનીના મેનેજર સાથે છેતરપિંડી કરતા હવે ઈન્વેસ્ટમેન્ટના નામે વધુ વળતર મેળવવાની લાલચે કોઈની વતમો ભોળવાઈ જતા પહેલા ચેતી જવાની જરૂર છે.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *