Geo Gujarat News

વાગરા: વિલાયત GIDCમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીના ફાયબર પ્લાન્ટમાં આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

ભરૂચ જિલ્લાના વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીના ફાયબર પ્લાન્ટમાં આગ લાગતા કામદારોમાં દોડધામ મચી ગઇ હતી.ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા.જોકે હજી કોઈ જાનહાની નહિ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

વિલાયત જીઆઇડીસીમાં અનેક મોટી કંપનીઓ આવેલી છે.જેમાં અનેક વખતે નાની મોટી ઘટનાઓ બનતી હોય છે.ત્યારે વિલાયત GIDCમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપની આવેલી છે જેમાં આજે સવારે જ્યારે કામદારો હાજર હોય ત્યારે કંપનીના ફાયબર પ્લાન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી હતી.

આગ એટલી વીકરાર હતી કે,આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.આગની ઘટના બનતા જ તમામ કામદારો કંપની બહાર દોડી આવ્યા હતાં.

જોકે હાલમાં કોઈ પણ જાનહાની નહિ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આગની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે.

કંપનીમાં સર્જાયેલ ઘટના સમયે પત્રકારો કવરેજ કરવા પહોંચતા સિક્યુરિટી હેડ તેમજ ગાર્ડ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું. પત્રકારોના મોબાઈલ ફોન છીનવી લેવાના પ્રયાસ કરાયા હતા તેમજ ઘટના સ્થળેથી દૂર કરવાનો પણ નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન જ્યાં એક તરફ પ્રચંડ બ્લાસ્ટની ઘટના સર્જાય હતી તો બીજી તરફ કંપની દ્વારા ઢાંકપિછોડો કરવાની કોશિશ કરાઈ હતી.

કંપનીમાં બ્લાસ્ટ મામલે આસપાસના ગામોમાં ભયનો માહોલ સર્જાયો હતો. એક સમયે લોકોના જીવ ટાળવે ચોંટી ગયા હતા. લોકો ભયભીત થઈને કંપની ગેટ પર દોડી આવ્યા હતા. હાલ તો વિશાળ ઉદ્યોગોમાં ચાલતી રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન થતી દુર્ઘટનાઓ ના કારણે લોકોના જીવન જોખમે જીવવા મજબૂર બન્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. સરકારી પ્રશાસન સેફ્ટી અને સુરક્ષા મામલે સુદ્રઢ કામગીરી કરે તે ખાસ આવશ્યક્તા છે.

નઈમ દિવાન, વાગરા

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *