Geo Gujarat News

અંકલેશ્વર: માધવ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં પરવાનગી વગર ચાલતી મેટલ કન્ટેનર કંપની ઝડપાઈ

અંકલેશ્વરમાં આવેલા માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી એસઓપી મેટલ કન્ટેનર નામની એક કંપનીમાં પ્રદૂષણના મામલે ધનિષ્ઠ તપાસ કરતા ચોંકાવનારી માહિતીઓ સપાટી ઉપર આવી છે. એસ્ટેટના પી-33 નંબરના પ્લોટમાં એસઓપી મેટલ કન્ટેનરમાં હાલ મેટલના ડ્રમ બનાવવામાં આવી રયાં છે. તેમજ ડ્રમ ઉપર પ્રિન્ટીંગ તથા ડિસ્કીઝીંગ અને પિકલીંગ નુ કામ કરવામાં આવે છે. આ કામગીરી દરમિયાન મોટા પ્રમાણમાં હવા પ્રદૂષણ ફેલાય રહ્યું હોવાની બુમો ઉપડી હતી. સદર પ્રદુષણ ને પગલે આજુબાજુમાં રહેણાંક વિસ્તાર હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યાં હોવાની પણ ફરિયાદ જીપીસીબીને મળી હતી.

રહેણાંક વિસ્તારમાં હવા પ્રદુષણ ફેલાવાની બુમ અંગે જીપીસીબી ની તપાસમાં ભાંડો ફુટ્યો..

જે ફરીયાદના આધારે શુક્રવારે જીપીસીબીની ટીમે કંપનીમાં તપાસ હાથ પરી હતી. તપાસ કરતા કંપની સંચાલકો મંજૂરી અંગેના પુરાવા રજૂ નહીં કરી શકાતાં સદર કંપની ગેરકાયદે સર ધમધમતી હોવાનું ફલિત થતા જીપીસીબી દ્વારા કંપનીને નોટીશ ફટકારવામાં આવી છે. જે બાબતે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલીયા એ જણાવ્યું હતું કે કંપનીને નોટિસ આપી ઉપલી કચેરીએ રીપોર્ટ કરી કાયદેસર તપાસ કરવામાં આવી રહી છે. અંકલેશ્વરના માધવ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી એસઓપી મેટલ કન્ટેનર નામની કંપની છેલ્લા એક વર્ષથી કોઈ પણ જાતની પરવાનગી વગર ધમધમતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જો કે હાલ રહેણાંક વિસ્તારમાં પ્રદુષણ ફેલાવાની બુમ ઉપાડતાં જીપીસીબીએ તપાસ કરતા આ સમગ્ર મામલે ભાંડો ફુટ્યો હતો. છેલ્લા એક વર્ષથી પરવાનગી વગર ધમધમતી સદર કંપની ને વીજ કનેક્શન કેવી રીતે મળ્યું તે પણ એક તપાસનો વિષય છે. સદર કંપની જીપીસીબી ના અધિકારીઓના મિલીભગતથી ચાલી રહી હોવાના પણ આક્ષેપો થઇ રહ્યા છે. આ ઉપરાંત સદર કંપનીમાં જીએસટી ચોરી અને લેબર શોષણ કર્તા અંગે પણ દરોડા પડ્યા હતા. જે બાબતની તપાસ હાલ ચાલુ હોવાનું જણાય આવ્યું છે. આ તમામ બાબતે સ્પષ્ટ તપાસની માંગ ઉઠી છે. આવા પ્રદુષણ ફેલાવતા પ્રદૂષણ માફિયાઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી કંપનીની તમામ મશીનરી જપ્ત કરવી જોઈએ તેવી લોકચર્ચાએ હાલ તો નગરમાં ભારે જોર પકડ્યું છે

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *