Geo Gujarat News

આમોદ: પાલિકા સદસ્યનો આક્ષેપ મામલતદાર સાથેની સાઠગાંઠને કારણે ભ્રષ્ટાચારી દુકાન સંચાલક ૧૧ મહિનાથી દંડની રકમ ભરપાઈ કરતો નથી.!!

આમોદમાં કાછીયાવાડ વિસ્તારમાં રહેતા મહેશભાઈ ધૂળાભાઈ પટેલ પંડિત દિન દયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનનું સંચાલન કરે છે.અને આમોદ નગરપાલીકાના માજી પ્રમુખ પણ રહી ચૂકેલા છે.જે દુકાનેથી ઘણા સમયથી ગરીબોને તેમના હકનું અનાજ મળતું નહોતું જેથી પુરવઠા વિભાગ આમોદ પાસે રેશનકાર્ડ ધારકોની લેખિત તેમજ મૌખિક ફરિયાદો ઉઠતા નાયબ પુરવઠા મામલતદારે તેમના દુકાનની ચકાસણી કરતા ઘઉં.ચોખા સહિત ખાંડના જથ્થાની ઘટ જોવા મળી હતી.જે આમોદ નગરપાલિકાનો માજી પ્રમુખ મહેશ પટેલે ગરીબોના હકનું અનાજ તેમને નહી આપી બારોબાર વેચાણ કરી દીધું હતું.

ત્યાર બાદ પુરવઠા મામલતદારે રેશનકાર્ડ ધારકોના ઘરે ઘરે ફરીને રેશનકાર્ડ ચેક કર્યા હતા અને નિવેદનો લીધા હતા.જેમાં પુરવઠા મામલતદારને ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. જે બાદ પુરવઠા મામલતદારે ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરતા જીલ્લા પુરવઠા અધિકારીએ મહેશભાઈ ધૂળાભાઈ પટેલને ૧,૫૩,૫૮૫ રૂપિયાનો આકરો દંડ કર્યો હતો.છતાં ગરીબોનું અનાજ ઓહિયા કરી જનાર મહેશ ધૂળાભાઈ પટેલે દંડ નહી ભરતા આમોદ પુરવઠા મામલતદાર દ્વારા વારંવાર લેખિત નોટીસ આપવામાં આવી હતી.

તેમ છતાં દંડ નહી ભરતા આમોદ પાલિકાના વોર્ડ નંબર ૨ ના સદસ્ય ઉમેશ પંડ્યા દ્વારા ૧૬ મી ઓગષ્ટ ૨૦૨૪ ના રોજ આમોદ મામલતદારને લેખિત ફરિયાદ કરી ૧૧ માસથી દંડ નહી ભરતો હોવા છતાં તેને સરકારી અનાજનો જથ્થો કેમ આપવામાં આવે છે.તેવો આક્ષેપ કરી આમોદ મામલતદારની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.આ ઉપરાંત પાલિકા સદસ્યએ ૩૦ ઓગષ્ટના રોજ બીજી લેખિત ફરિયાદ કરી ભ્રષ્ટાચારી દુકાન સંચાલક સાથે મામલતદારને સાઠગાંઠ હોવાનો લેખિત આક્ષેપ કરી જો દુકાન સંચાલક જ્યાં સુધી દંડની રકમ ભરપાઈ નહી કરે ત્યાં સુધી તેમને અનાજ નો પુરવઠો આપવામાં નહી આવે તેવી લેખિત ફરિયાદ આમોદ મામલતદારને કરવામાં આવી હતી.

ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલ આમોદ નગરપાલિકાનો માજી પ્રમુખ ગરીબોનું અનાજ ઓહિયા કરી જતા ભાજપની શાખને દાગ લાગ્યો.!!

ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયલો આમોદ નગરપાલિકાનો માજી પ્રમુખ ગરીબોનું અનાજ ઓહીયા કરી જતા ભાજપના નેતાઓ પણ માજી પ્રમુખની ગરીબોનું અનાજ ખાઈ જવાની કરતૂતથી ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. એક તરફ ભાજપ સરકાર ગરીબોને મફત અનાજ આપી ગરીબોના મશિહા બનવા તલપાપડ છે ત્યારે આમોદ નગર પાલિકાના માજી પ્રમુખે ગરીબોના હકનું અનાજ ખાયકી કરતા જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા મસમોટો દંડ ફટકારતા ભાજપની ગરીબોની સરકારની છાપને પણ દાઘ લગાડ્યો હતો.પ્રામાણિક ગણાતા નેતાઓ આવા ભ્રષ્ટાચારી લોકોનો બચાવ કેમ કરી રહ્યા છે તે લોકોને સમજાતું નથી.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *