Geo Gujarat News

આમોદ: હર્ષોલ્લાસ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું

ગણેશ ચતુર્થી એટલે ગણપતિ દાદાનો જન્મ દિવસ હોવાથી ગણપતિ દાદાને પારણે ઝુલાવવામાં આવ્યા હતા.પ્રાચીન ગણપતિ મંદિરે મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યાં હતાં.મંદિરમાં દર્શન માટે ભારે ભીડ જામી હતી.બપોરે બાર કલાકે ગણપતિ દાદાની આરતીનો સૌએ લાભ લીધો હતો.

આમોદમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રાચીન ગણપતિ મંદિરેથી ચૂરમાના લાડું વહેંચાયા : આરતી બાદ શુધ્ધ ઘી માં બનાવેલા ચુરમાના લાડુનો પ્રસાદ શ્રીજી ભક્તોને વહેચવામાં આવ્યો હતો.તેમજ ફટાકડાની આતશબાજી તેમજ ઢોલ નગારાના સથવારે ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.ગણેશ યુવક મંડળો દ્વારા નાના ગણેશજીની મૂર્તિને ગણપતિ દાદાના મંદિરે પૂજા કર્યા બાદ વાજતે ગાજતે પોતપોતાના પંડાલમાં લઈ જવામાં આવ્યા હતા.


ફટાકડાની આતશબાજી સાથે ગણપતિ બાપ્પા મોરિયા નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું : આમોદ નગરનાં આવેલા પ્રાચીન ગણપતિ મંદિરેથી આમોદ નગરનાં શ્રીજી ભક્તોના ઘરે ગણેશ ચતુર્થીનાં દિવસે દેશી ઘીના ચુરમાના લાડુ વહેંચવામાં આવ્યાં હતાં.આમોદની બહેનો દ્વારા લાડું વાળવાની કામગીરી કરવામાં આવી હતી.શુધ્ધ દેશી ઘીના લાડુ બનાવવા માટે ચાર ડબ્બા ગોળ,૧૬૦ કીલો ઘઉંનો કકરો લોટ, ૮૦ કીલો શુધ્ધ દેશી ઘી, ૮૦૦ ગ્રામ ખસ ખસ, એક કીલો લીલી એલચી,દોઢ ડબ્બા તેલનો ઉપયોગ કરી લાડું બનાવવામાં આવ્યાં હતાં.

આમોદમાં ગણપતિ મંદિરે બનાવેલા લાડું દરેક શ્રીજી ભક્તોના ઘરે પહોંચે તે માટે દરેક વિસ્તારના ગણેશ યુવક મંડળને તૈયાર કરવામાં આવ્યાં છે. આમોદમાં આવેલા પ્રાચીન ગણપતિ મંદિરની પ્રતિમા સ્વયંભૂ નીકળેલી પ્રતિમા છે.જે રિદ્ધિ સિદ્ધિ સહિતનાં ત્રીનેત્ર,જમણી સૂંઢવાળા ગણપતી દાદાની અલૌકિક પ્રતિમા જોઈ રાજી થઈ સ્વયં સ્વામીનારાયણ ભગવાન જ્યારે આમોદ આવ્યા ત્યારે આરતી કરી હતી.જેનો ઉલ્લેખ શ્રી હરિલીલામૃત ભાગ -૪,કળશ -૮,વિશ્રામ -૩૫,પાન. નંબર -૨૨૨ માં ઉલ્લેખ કરવમાં આવ્યો છે.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *