વાગરા નગરમાં આવેલ બેન્ક ઑફ બરોડા નું ઇમરજન્સી એલાર્મ એકાએક સવાર ના સમયે બજતા કઈક અજુગતુ બન્યા ની વાત લોકોમાં પ્રસરી જવા પામી હતી.રવિવાર હોવાથી બેન્ક બંધનો લાભ લઇ કોઈકે ધાપ મારી હશે ની ચર્ચાએ જોર પકડયુ હતુ.
એલાર્મ નો અવાજ આવતાની સાથે કુતુહલ વશ થઈ સ્થાનિકો જોવા બહાર નીકળ્યા હતા.આ અંગે વાગરા પોલીસ ને જાણ થતા તેઓ બેન્ક ઑફ બરોડા પર પહોંચી ગયા હતા. રવિવાર ને લઈ બેન્ક બંધ હોય તેમના કર્મચારી ને બોલાવી બેન્ક ખોલાવવાની પોલીસ ને ફરજ પડી હતી.બેન્ક ને ખોલી ને જોતા સબ સલામત હોવાનું માલુમ પડતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો.તો બીજી તરફ વાગરા પંથક માં વહેતી થયેલી ચર્ચા નો અંત આવ્યો હતો.ઇમરજન્સી એલાર્મમાં પાણી પ્રવેશતા બજયુ હોવાનું સામે આવ્યુ હતુ.અત્રે ઉલ્લેખનીય છે કે એલાર્મ લગભગ એક કલાક સુધી ચાલુ રહ્યુ હોવાની સૂત્રો દ્વારા માહિતી સાંપડી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com