આમોદમાં આવેલી આઇ.આઇ.એફ.એલ.બેંક દ્વારા પોતાના ગોલ્ડ લોનના ખાતેદારની લોન બે ભાગમાં વહેંચી ગ્રાહક સાથે છેતરપીંડી કરાતી હોવાનો ખાતેદારે મીડિયા સમક્ષ આક્ષેપ કરી અને બેંક વિરૂદ્ધ કોર્ટમાં જવાની ચીમકી આપી હતી.જેથી બેંકની વિશ્વસનીયતા સામે ખાતેદાર ગ્રાહકોમાં અવિશ્વાસ જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. આમોદ તાલુકાનાં આછોદ ગામના જકવાન જાલ નામના વ્યક્તિએ આમોદમાં આવેલી આઇ.આઇ.એફ.એલ.બેંકમાંથી ૯ મે ૨૦૨૩ ના રોજ ગોલ્ડ મૂકીને ૧,૨૫,૭૦૦ ની લોન લીઘી હતી.જે ખાતેદાર જકવાન જાલે સમય મર્યાદામાં લોનનું વ્યાજ ભરપાઇ કરી દીધું હતું.તેમજ લોન પણ દોઢ મહિના પહેલા ભરપાઇ કરી દીધી હતી.પરંતુ આઇ.આઇ.એફ.એલ બેંક દ્વારા ગ્રાહકની લોન બે ભાગમાં વહેંચી દીધી અને બેંકે ડી.સી.બી.બેંકમાં ૧,૦૦,૫,૬૦ અને આઇ. આઇ.એફ.એલ.માં ૨૫,૧,૪૦ આમ બે ભાગમાં ઓનલાઇન સિબિલમાં બોલાવી હતી.જેથી ખાતેદાર ગ્રાહકની જાણ બહાર લોન બે ભાગમાં વહેંચી ગ્રાહક સાથે બેંકે છેતપીંડી કરી હોવાનું જાણવા મળ્યું છે. ખાતેદાર ગ્રાહક જકવાન જાલ દ્વાર બેંકમાં દોઢ મહિના પહેલા બેંકની ગોલ્ડ લોનની રકમ તેમજ વ્યાજ ભરપાઇ કરી દીધું હોવાં છતાં લોન બાકી બોલાવતાં ખાતેદાર ગ્રાહકે બેન્ક સામે હોબાળો મચાવી બેંક વિરૂદ્ધ કોર્ટમાં જવાની ચીમકી આપી છે.

ખાતેદાર ગ્રાહકે દોઢ મહિના પહેલાં લોન ભરપાઈ કરી છતાં બાકી બોલાવતાં ખાતેદાર રોષે ભરાયો કોર્ટમાં જવાની ચીમકી :- આ બાબતે જકવાન જાલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમોએ લોન લીધા બાદ સમય મર્યાદામાં લોનનું વ્યાજ તેમજ લોનની રકમ ભરપાઇ કરી દીધી છે.જે બાબતે આઈ. આઈ.એફ.એલ.બેંકે પોતાની લોન ભરપાઇ કરી દીધી હોવાનો કલોઝર રીપોર્ટ પણ આપી દીધો છે.પરંતુ ડી.સી.બી.બેન્કનો રીપોર્ટ આપ્યો નથી. જેનાથી મારું સિબિલ ખરાબ થયુ છે.જેનાથી મને અન્ય બેંકમાંથી લોન મળતી નથી.વધુમાં જકવાન જાલે જણાવ્યું હતું કે આ આઈ.આઈ.એફ.એલ.બેન્ક ખાતેદાર ગ્રાહકોને પોતે લોન આપી તેઓ અન્ય બેન્કમાં ગ્રાહકના નામે લોન ટ્રાન્સફર કરી ગ્રાહકો સાથે છેતરપીંડી કરે છે.જેથી અન્ય ગ્રાહકોને આ બેંકથી ચેતીને રહેવું તેમ તેઓએ જણાવ્યું હતું.

આ બાબતે આઈ.આઈ.એફ.એલ.બેંકના મેનેજર સાથે રૂબરૂ વાતચીત કરતાં જણાવ્યું હતું કે જકવાન જાલ દ્વારા ચાર મહિના સુઘી લોન ભરપાઇ કરી નહોતી જેથી તેમની લોનનો હપ્તો ચૂકી જતાં તેઓ સિબિલમાં જતાં રહ્યાં હતાં.અને અમારી બેન્ક ડી.સી.બી.સાથે ટાયબ છે.ડી.સી.બી.બેંકમાં ૧,૦૦,૫,૬૦ અને આઇ.આઇ.એફ.એલ.માં ૨૫,૧,૪૦ આમ બે ભાગમાં લોન છે.જે ખાતેદાર ગ્રાહકને સિબિલમાંથી નીકળતા લગભગ ત્રણ થી છ મહિના લાગે તેમ છે.
યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com