Geo Gujarat News

વાગરા: કુમાર શાળા સહિતના વિવિધ વિસ્તારોમાં વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું

સાથ સંસ્થા ધ્વારા પી.પી.જી. એશિયન પેઈન્ટ્સના સહયોગથી નવા નિર્માણ થયેલ ટોઇલેટ બ્લોક, વરસાદી પાણી સંચયનુ માળખું અને સોલાર પેનલની કુમાળ શાળા વાગરા ખાતે માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. જેનું ઉદ્દઘાટન જયદેવ સર , પી.પી.જી. એશિયન પેઈન્ટ્સ અને તેમની ટીમ તથા પરમ રાજુ, પ્રોગ્રામ હેડ સાથ સંસ્થા અને વાગરા સાથ ચેરીટેબલ ટ્રસ્ટના સી.આર.સી મેનેજર સાબિર પટેલ , વાગરા કુમાર શાળાના પ્રિન્સીપાલ અશ્વિન પટેલ, વાગરા એમ.એમ.એમ પટેલ હાઇસ્કુલના પ્રિન્સીપાલ જયંતી ભાઈ, વાગરા વાંટા પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ રુબીનાબેન, શિક્ષક ગણ ,વાગરાના ભૂતપૂર્વ સરપંચ હરેશ ભાઈ, ભાજપ તાલુકા મંત્રી અને શાળાના વિદ્યાર્થીઓ ધ્વારા કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત સાથ સંસ્થા અને પી.પી.જી. એશિયન પેઈન્ટ્સના પ્રતિનિધિઓ ધ્વારા સ્વચ્છતા ,જળ સંચય અને સોલાર પેનલના મહત્વ વિષે માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ વાગરા ખાતે હળપતિ વાસમાં નવ નિર્માણ થયેલી વાગરા -2 અને વાગરા -4 આંગણવાડીનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું.

જેમાં આંગણવાડી વર્કર બેન પુષ્પા બેન, મધુબેન, કો-ઓર્ડીનેટર સાહિસ્તા બેન અને સાથ ટીમના અને એશિયન પેઈન્ટ્સના સભ્યો અને આંગણવાડીના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

નઈમ દિવાન, વાગરા

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *