જી. સી. ઈ. આર. ટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ પ્રેરીત પીરામણ કલસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદશૅન-૨૦૨૪-૨૫ નું આયોજન નેશનલ હાઇસ્કુલ, જી. આઇ. ડી. સી., અંકલેશ્વર ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સજજનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને કરવામા આવ્યુ હતુ. આ બાળવૈજ્ઞાનિક પ્રદશૅનમા સરકારી તથા ખાનગી શાળાના ૪૯ કૃતિઓના માગૅદશૅક શિક્ષકો તેમજ બાળવૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો.બાળ પ્રદશૅનની તૈયારી જિલ્લા કક્ષાના કાયૅક્રમ જેવી કરવામા આવી હતી. આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય તેમજ મહાન વૈજ્ઞાનિકોની છબીને હાર પહેરાવવામા આવ્યા હતા.તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ દ્વારા બાળ વૈજ્ઞાનિકો તેમની કૃતિ માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. મંચસ્થ મહાનુભાવો દ્વારા બાળવૈજ્ઞાનિકોની કૃતિઓની મુલાકાત કરી તેઓને પ્રોત્સાહિત કરવામા આવ્યા. કલસ્ટર કક્ષાના આ પ્રદશૅનમા દરેક કૃતિઓ એક-એકથી ચડિયાતી હતી.પ્રથમ ત્રણ નંબર ધરાવતા બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર તેમજ સ્મૃતિ ભેટ અપૅણ કરી શાળાના ટ્રસ્ટીગણ તેમજ આચાયૅ દ્વારા પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.

નેશનલ હાઇસ્કુલના આચાયૅ તેમજ સ્ટાફગણનુ ખુબ સુંદર ટીમવકૅથી કાયૅ આંખે ઉડીને વળગે તેવુ હતુ. નેશનલ હાઇસ્કુલ તેમજ આજુબાજુની તમામ શાળાના ૧૫૦૦ જેટલા બાળકોએ બાળવૈજ્ઞાનિક પ્રદશૅનનો લાભ લીધો હતો. નિણાૅયકો દ્વારા પસંદ કરવામા આવેલ પાંચેય વિભાગની શ્રેષ્ઠ કૃતિ બ્લોક કક્ષાએ પોતાનુ શ્રેષ્ઠ પ્રદશૅન કરશે. આ પ્રસંગે રાષ્ટ્રીય શ્રેષ્ઠ પારિતોષિક વિજેતા શ્રી ગજેન્દ્રભાઇ પટેલ તેમજ શ્રી પ્રભુદાસ પટેલ , બીટ નિરીક્ષક ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી ભકિતબેન કોસમીયા, શાળાના ટ્રસ્ટીગણ શ્રી કે. એન સિંઘ, શ્રી એલ. બી. પાંડે, શ્રી આર. એ સૈની વગેરે. શાળાના આચાયૅશ્રી દિવ્યેશભાઇ સોલંકી, પીરામણ સી. આર. સી. કો શ્રી જયેશભાઇ પ્રજાપતિ તેમજ કન્વીનરશ્રી રાજુભાઈ પ્રજાપતિના સુમેળ તથા નેશનલ હાઇસ્કુલના સ્ટાફગણની મહેનતે બાળવૈજ્ઞાનિક પ્રદશૅન ને સફળતા અપાવી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com