ભરૂચ-વાગરાને જોડતા માર્ગ ઉપર વિલાયત ચોકડી નજીકથી પસાર થતી ભૂખી ખાડી નજીક છેલ્લાં બે-ત્રણ દિવસથી બિનવારસી બીમાર હાલતમાં એક ગાય સારવારની રાહ જોઈ રહી હતી. જેની જાણ વાગરાના યુવા સામાજિક અગ્રણી ઈમ્તિયાઝ પટેલને થતાં તેઓ સ્થળ ઉપર પહોંચી વિડીયોના માધ્યમથી ગાયની સારવાર માટેનો અપીલ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વિડીયો નિહાળી તાત્કાલિક ભરૂચના જીવદયા પ્રેમીઓ થકી કાર્યરત મનમૈત્રી ફાઉન્ડેશનની ટીમનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી બિનવારસી બીમાર ગાયની સારવાર હાથ ધરવામાં આવી હતી. અને જરૂર પડ્યે વધુ સારવાર અર્થે ભરૂચ પશુ ચિકિત્સાલયમાં પહોંચાડી સારવાર કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com