ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના સિમોદ્રા ગામ અને અવિધા ગામ વચ્ચે આવેલા મરઘીઓના પોલ્ટ્રી ફાર્મમાં એક મહાકાય ૧૦ ફૂટ લાંબો અજગર શિકારની શોધમાં ઘૂસી આવ્યો હતો.આ મહાકાય અજગરે પોલ્ટ્રી ફાર્મમાં ત્રણથી ચાર જેટલી મરઘીઓનો ને શિકાર બનાવી હતી.
અજગરે ત્રણથી ચાર મરઘીઓને શિકાર બનાવી:- મરઘીઓના પોલ્ટ્રી ફાર્મમાં અજગરે એન્ટ્રી મારી હોવાની ઘટનાની જાણ ઝગડિયા વનવિભાગના આર.એફ.ઓ. મીનાબેન પરમારને થતા વનવિભાગની ટીમે સેવ એનિમલની ટીમના સહયોગ વડે અજગરને સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો અને અજગર મુક્ત રીતે રહી શકે તેવા સલામત સ્થળે મુક્ત કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.હાલ વરસાદી મોસમ હોઇ ઝગડિયા તાલુકામાં શરીસૂપ જીવો જાહેરમાં દેખાવા લાગ્યા છે.તેવામાં ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકામા આવેલા સિમોદ્રા અને અવિધા ગામો વચ્ચે આવેલા કેતનસિંહ સોલંકીના મરઘીના પોલ્ટ્રી ફાર્મ હાઉસમાં એક મહાકાય ૧૦ ફૂટ લાંબો અજગર શિકારની શોધમાં પોલ્ટ્રી ફાર્મની જાળીઓમાંથી ઘૂસી આવ્યો હતો. ફાર્મમાં આવ્યા બાદ અજગરે ત્રણથી ચાર મરઘીઓને પોતાની પકડમાં લઇ શિકાર બનાવી હતી.અજગરે મરઘીઓના પોલ્ટ્રી ફાર્મમાં એન્ટ્રી કરતા મરઘીઓનો વધુ શોર બકોર સંભળાતા હાજર માણસોએ તપાસ કરતા અજગર નિહાળ્યો હતો અને ચોંકી ઉઠ્યા હતા.

શિકારની શોધમાં પોલ્ટ્રી ફાર્મમા ઘૂસી આવેલા અજગરને વનવિભાગની ટીમે સેવ એનિમલની ટીમના સહયોગ વડે અજગરને સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો.:- ફાર્મમાં હાજર માણસોએ ઘટના અંગે પોલ્ટ્રી ફાર્મના માલિકને જાણ કરતા માલિકે તાત્કાલિક ઝગડિયા વનવિભાગને માહિતિ આપતા વનવિભાગની ટીમે એનજીઓ ટીમના સહયોગથી ભારે જહેમત ઉઠાવી પોલ્ટ્રી ફાર્મના છાપરે ચઢી ગયેલા અજગરને સલામતી પૂર્વક રેસ્ક્યુ કરી લીધો હતો વનવિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કર્યા બાદ અજગરને ખોરાક પાણીની સુવિધા મળી રહે તેવા સ્થળે મુક્ત કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com