Geo Gujarat News

અંકલેશ્વર: નગરપાલિકા દ્વારા શહેરની ૧૩ જગ્યા ઉપર નક્કી કરાયેલા જી.વી.પી પોઈન્ટના વિકાસના કામોનું ખાતમુહુર્ત કરાયું

ગુજરાત સરકારના નિર્મલ ગુજરાત 2.0 કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર શહેર ના વિવિધ ૧૩ જગ્યા ઉપર ગાર્બેજ વર્નરેબલ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે.જેમાં બે સ્થળોએ કેમેરા,ડેકોરેશન અને સુંદરતા સાથે વિકાસના કામો હાથ ધરવામાં આવશે જે પૈકી મોદી નગર બસ સ્ટેન્ડ પાસે આવેલ જી.વી.પી પોઇન્ટના રૂ.15 લાખના કામનું પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત,ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન નીલેશ પટેલ અને અન્ય નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વરમાં જાહેર તેમજ આંતરિક માર્ગો પર કચરાના ઢગ પડી રહેતા હોય તેવા 13 સ્પોટ નગર સેવા સદન દ્વારા નક્કી કરવામાં આવ્યા છે જેના આધારે આ સ્થળોએ સુશોભનના કાર્યો કરવામાં આવશે જેથી કરીને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે..

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *