બનાવની પ્રાપ્ત વિગત અનુસાર આવનારા તહેવારોને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ઉપલી અધિકારીઓની સૂચના અન્વયે ભરૂચ એલસીબી ની ટીમ અંકલેશ્વર રૂલર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી તે દરમિયાન અંગત બાતમીદાર થી બાતમી મળી હતી કે જીતાલી ગામની સ્વીટ ડ્રીમ સોસાયટીમાં મકાન નંબર 104 માં રહેતો ઈસમ નામે બલવાનસિંહ ગોરધનરામ દેવડા મૂળ રહેવાસી રાજસ્થાન ના ઓ પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો વેપલો કરે છે.

જે બાતમીના આધારે ભરૂચ એલસીબી ની ટીમે બાતમી વાળા સ્થળ ઉપર રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી બોટલો નંગ 20 મળી આવી હતી પોલીસે 20 નંગ બોટલો કે જેની આશરે કિંમત રૂપિયા 21,185 રૂપિયા તેમજ ઉપરોક્ત રેડ વાળા સ્થળે મળી આવેલ ઈસમ બલવાનસિંહ ગોરધનરામ દેવડા ના ઓની ની અટકાયત કરી તેની પાસેથી મળી આવેલ એક મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા 5000 ગણી કુલ ₹26,185 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી આગળની વધુ તપાસ અંકલેશ્વર રૂલર પોલીસ મથકે સોપી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com