Geo Gujarat News

ભરૂચ: ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળની ક્ષત્રિયાણીઓ હુંકાર, રાજપૂતી પરંપરાઓનું જ્ઞાન આપી તલવાર બાજીની તાલીમ મેળવે છે

ભરૂચમાં શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા આજના યુવાન-યુવતીઓને પોતાની પરંપરા જાળવી રાખવા તલવાર,સાફો બાંધવો અને તલવાર રાસનું પ્રશિષણ આપીને નવી પેઢીને તૈયાર કરી રહયા છે.જેમાં હાલમાં 350 યુવક યુવતીઓ આ તાલીમ મેળવી રહ્યા છે.

ભરૂચના શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી તેમના રાજપૂત સમાજના અંદાજીત 2500 લોકોએ તલવાર બાજી,સાફો બાંધવો અને તલવાર રાસની તાલીમ આપીને તૈયાર કરવામાં આવ્યા છે.જ્યારે હાલના યુગમાં યુવક-યુવતીઓ મોબાઈલ અને સોસ્યલ મીડિયામાં બીજી બન્યા છે ત્યારે ભરૂચના શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળની રાજપૂતાના રોકસ ટીમના સભ્યો દ્વારા તેમના સમાજના 11 વર્ષની ઉંમર પછીના બાળકો,યુવક અને યુવતીઓને તલવાર બાજી, સાફો બાંધવા અને તલવાર રાસની ત્રણ મહિનાના વર્ગની નિઃશુકલ તાલીમ આપીને તેમના પરંપરાઓનું શિક્ષણ આપીને તૈયાર કરાઈ રહ્યા છે.હાલમાં અહીંયા લગભગ 350 જેટલા યુવક-યુવતી ઓ તાલીમ મેળવી રહ્યા છે.

આ વીરપાલસિંહ આટોદારીયાએ જણાવ્યું હતું કે,ચાલ્સ ડાર્વિનના ડીએનએના સિદ્ધાંત મુજબ જો કોઈ વ્યક્તિની લાક્ષણીકતા તેની આવનાર પેઢી સુધી ન પહોંચે તો તે ધીરે ધીરે તેના ડીએનએમાંથી વીમુખ થાય છે.ક્ષત્રિય અને હિન્દુઓના સમાજમાંથી જો તલવારને કાઢી નખવામાં આવે તો ઇતિહાસ જ અધૂરો રહી જાય એટલે ભરૂચ શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ છેલ્લા 12 વર્ષથી ક્ષત્રિય સમજની તલવાર અને માથે સાફો બાંધવાની વિધાને જીવિત રાખવા માટે પ્રયાસો કરાઈ રહ્યા છે.આ રાજપૂત સમાજ માટે ગર્વની વાત છે.

જ્યારે હાલમાં યુવતીઓને શિક્ષણ આપતા પ્રાચીબા રાઉલે જણાવ્યા હતું કે,અમારે જેટલું શ્વાસ લેવો જરૂરી એટલો જ તલવાર પણ જરૂરી છે અમે તલવાર બાજી શીખ્યા બાદ હવે અમારા સમાજના યુવક- યુવતીઓને કેમ્પ દ્વારા તલવાર અને સાફો બાંધવાની તાલીમ તો આપીએ છે સાથે સાથે અમારા કુળ અને ચાર વર્ણની પણ માહિતી આપીએ છે જેથી આવનાર પેઢીને સમાજનું સંપૂર્ણ જ્ઞાન મળી રહે છે.આ સાથે યુવતીઓ આજના સમયમાં બનતા બનાવો પણ ડામી પોતાનું સ્વરાક્ષણ કરીને બીજાને પણ બચાબી શકે છે.

જ્યારે શુભમસિંહ ભદ્રસિંહ સોલંકીએ જણાવ્યુ હતુ કે, ભરૂચના શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા.દર વર્ષે એપ્રિલ અન મેં મહિનામાં તલવાર બાજી સહિતના કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં ત્રણથી ચાર મહિનામાં તે તલવાર બાજી,સાફો બાંધવો જેવી પ્રવૃતિઓ શીખી જાય છે.હાલમાં પણ સમગ્ર જીલ્લામાંથી સમાજ ના 170 યુવકો અને 140 યુવતીઓ આ તાલીમ મેળવી રહી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *