આમોદ કોર્ટ જવાના રોડ ઉપર રાત્રિના સમયે આશરે છ ફૂટ લાંબો મગર જોવા મળતા મગરનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.આમોદ કોર્ટ જવાના રોડ ઉપર આમોદના કેટલાંક યુવાનોએ રાત્રિના સમયે મગર જોવા મળ્યો હતો.જેથી તેમણે આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણને જાણ કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સુચના અને માર્ગદર્શન મુજબ તથા ફોરેસ્ટર જશુભાઇ.જી.પરમાર, બીટગાર્ડ અનિલ પઢીયાર,વિપિન પરમાર તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર તથા જીવદયા કાર્યકર અનિલ ચાવડાને સાથે રાખી ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યું કરવામાં આવ્યુ હતુ.

ત્યાર બાદ મગરને આમોદ વનવિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડીકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગીક વાતાવરણમાં મુકત કરવામાં આવ્યો હતો.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com