Geo Gujarat News

આમોદ તાલુકામાં અકસ્માતના બે બનાવોમાં બે મોત, માતર એકસપ્રેસ હાઇવે તેમજ સરભાણ રોડ ઉપર અકસ્માત

આમોદ તાલુકામાં માતર તેમજ સરભાણ ગામે બે અલગ અલગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હતાં.પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આમોદ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાનાં માતર ગામ પાસે એકસપ્રેસ હાઇવે ઉપર ભાવનગરથી સુરત સામાજીક કામ અર્થે જતાં સવારના ચારેક વાગ્યે માતર ટોલનાકાથી ભરૂચ તરફ઼ જતાં અરટીકા ગાડીના ડ્રાઇવર ઇમ્તિયાઝભાઇ ઉસ્માન મહંમદ સમા ઉં.વ.-૨૯ રહેવાસી-બુધેલગામ તા.જી.ભાવનગરની સાથે તેમની અરટીકા ગાડી નંબર GJ-04-EA-18791879 માં બેસેલ જેમાં ડ્રાઇવરની બાજુમાં આગળ દિનેશભાઈ ઠંઠ તથા વચ્ચેની સીટમાં હુ તથા હરેશભાઇ ઠંઠ તથા વિઠ્ઠલભાઇ કોરડીયા અને પાછળની સીટમાં સવજીભાઈ ઠંઠ તથા મારા દાદા મોહનભાઈ કંઠનાઓ બેસીને સુરત જવા માટે નિકળેલા અને વહેલી સવારના વડોદરાથી નવો દિલ્હી-મુંબઇના એક્ષપ્રેસ હાઇવે ઉપર ચડી સુરત તરફ જઇ રહેલ હતા

તે વખતે વહેલી સવારના આશરે ચારેક વાગ્યે માતર ટોલનાકાથી ભરૂચ તરફ થોડેક આગળ જતાં અરટીકા ગાડીના ડ્રાઇવરે ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી આગળ ચાલતી ટ્રકની ઓવરટેક કરવા જતાં આગળ ચાલતી ટ્રકના ડ્રાઇવર સાઇડની પાછળ ટાયરના ભાગે અરટીકા ગાડીની ખાલી સાઇડનો ભાગ ઘુસાડી દેતાં અકસ્માત થયો હતો. અક્સ્માતમાં દિનેશભાઈ ધિરૂભાઈ ઠંઠનાઓને માથાના ભાગે તથા ડાબા ખભાના વાગે ગંભીર ઈજાઓ થતાં લોહીલુહાણ થઈ ગયાં હતાં.

તેમજ સવજીભાઈ ઠંઠ તથા હરીશભાઇ ઠંઠ તથા વિઠ્ઠલભાઈ કોરડીયા તથા મોહનભાઈ કંઠનાઓને સામાન્ય મુઢ માર વાગ્યો હતો.તેમજ ડ્રાઇવર ઇમ્તિયાઝભાઈને મોઢા ઉપર કાચ વાગતાં ઇજાઓ થઇ હતી ત્યાર બાદ એક્ષપ્રેસ હાઇવેની એમ્બ્યુલન્સ આવતાં અમો સાતેય જણાઓ એમ્બ્યુલન્સમાં સામુહીક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે સારવાર અર્થે આવતાં ડૉકટરે દિનેશભાઇ ધિરૂભાઈ ઠંઠને ચેક કરી તેને મરણ જાહેર કર્યો હતો.

આ ઉપરાંત આમોદ તાલુકાના સરભાણ ગામ પાસે બાઇક ચાલક ભાવેશ હસમુખ ઠાકોર ઉ.વ.૨૫ રહે તલાવપુરા, શેખ ફળિયું.જંબુસર આમોદ તાલુકાના સરભાણ થી માતર તરફ જઇ રહ્યાં હતાં ત્યારે કરજણ તરફથી આવતી મારૂતિવાન નંબર GJ 16 CB 1725 નો ચાલક સઈદ હસન પટેલના એ પોતાના કબજામાની મારુતિવાન પૂરઝડપે અને ગફલભરી રીતે હંકારી લાવી બાઇક ચાલક સાથે ગંભીર અક્સ્માત કર્યોં હતો.જેમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત થયુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે એકના એક યુવાન પુત્રનું મોત થતાં તેમના પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું બાઇક ચાલક માતર ગામે તેમના મામાના ઘરે પરિવાર પત્ની તેમજ બે બાળકો સાથે સાથે ગયો હતો. પરંતુ કોઈક વસ્તુ ભૂલી જતાં તેમના પત્ની તથા બાળકોને સરભાણ ચોકડી ઉપર મૂકી ફરીથી માતર તરફ જતાં તેનું મારુતિ વાન સાથે અક્સ્માત થતા મોત થયુ હતું.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *