ઈસ્લામના મહાન પયગંબર સાહેબ વિરૂદ્ધ અપમાન જનક ટીપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. અને વકફ બીલના વિરોધમા પણ આવેદન સ્વરૂપે માંગ કરવામાં આવી છે.

ધોરાજી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ ડેપ્યુટી કલેકટરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામા આવી હતી, કે મહારાષ્ટ્ર રાજ્યના નાસીક ખાતે રામગીરી મહારાજે ઈસ્લામના મહાન પયગંબર સાહેબની વિરુદ્ધમાં અપમાનજનક ટીપ્પણી કરી છે તેને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આ રામગીરી સામે કડક માં કડક કાર્યવાહી કરવામા આવે પગલા લેવામા આવે તેવી માંગ કરાઈ હતી. અને વકફ બિલનો પણ વિરોધ વ્યક્ત કરેલ હતુ.

આ ઘટના ના ઘેરા પડઘા સમગ્ર દેશમાં પડયા છે. જેના ભાગ રૂપે આજે ધોરાજી ડેપ્યુટી કલેકટર સાહેબને શાંતિ પૂવેક માહોલમાં આવેદન પત્ર આપ્યુ હતું. ધોરાજી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આપવામા આવેલ હતુ. મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મૂસલીમ સમાજના લોકો બહોળી સંખ્યામા હાજર રહ્યા હતા.

સકલૈન ગરાણા, ધોરાજી (રાજકોટ)
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com