આજે 20 મી સપ્ટેમ્બર એટલેકે નેશનલ “સિનેમા ડે” આ વખતે ભરુચ સહિત દેશભરના સિનેપ્રેમીઓએ ફક્ત 99 રૂપિયામાં થિયેટરમાં મૂવી જોવાની મજા માણી..

સવાસો કરતા વધુ વર્ષો ની સિનેમાની સફર માં કોરોના કાળ બાદ સીનેપ્રેમીઓ ને પુનઃ થીયેટરો તરફ વાળવા નેશનલ સિનેમા ડે નિમિતે દેશભરના સિનેપ્રેમી ફક્ત 99 રૂપિયામાં થિયેટરમાં મૂવી જોવાની મજા માણી શકે તે માટેની જાહેરાત બાદ લાંબા સમય બાદ ફરી એકવાર મોટી સંખ્યામાં દર્શકો થિયેટર તરફ વળ્યા હતા.આ સફળતાને નેશનલ સિનેમા ડે પર સેલિબ્રેટ કરવામાં આવી રહ્યું છે.આ વર્ષે પણ ભરુચ સહિત તમામ શહેરોમાં આજના દિવસે રૂ.99 માં તમામ ફિલ્મોની મજા માણવા ઓફર કરવામાં આવી હતી.

ભરુચના કલાકાર ડો.તરુણ બેન્કરના મુખે સિનેમાની વાતો :- સિનેમાની આ સવાસો કરતા વધુ વર્ષોની સફર દરમ્યાન તેના બદલાયેલા ટેકનિકલ ક્લેવર સહિતની રસપ્રદ વિગતો ભરુચના જાણીતા કલાકાર ડો.તરુણ બેન્કરે વર્ણવી ‘સિનેમા ડે’ ની ઉજવણીનો હેતુ પણ સ્પષ્ટ કર્યો હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com