Geo Gujarat News

ઝઘડિયા: નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામનાર હરીપુરા યુવકના પરિવારને 4 લાખનો સહાયનો ચેક અર્પણ કરાયો

ઝઘડીયા તાલુકાના દુમાલા હરીપુરા ગામના ઈસમ નદીના પ્રવાહમાં તણાઈ જતા ડૂબી જવાથી મરણ પામેલ તેઓના પરિવારને ચાર લાખની સહાયનો ચેક ધાર સભ્ય રિતેશ વસાવાના હસ્તે તેઓના પરિવાર જનોને અર્પણ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ ઝઘડીયા તાલુકાના મોજે.દુમાલા હરીપુરા તા.ઝઘડીયા જિ.ભરૂચ ગામે તા.૦૮/૦૯/૨૦૨૪ ના રોજ ગામના રહીશ મુકેશભાઈ રેવલાભાઈ વસાવા પોતાની ભેંસો ચરાવવા માટે ગયેલ હતા. તે દરમિયાન હરીપુરા ગામ પાસેથી પસાર થતી મધુમતી નદીના પ્રવાહમાં તણાઈ જતા ડૂબી જવાથી મરણ પામેલ હતા. જેઓને સરકાર તરફથી સહાય મંજૂર થયેલ રૂપિયા ૪ લાખનો ચેક આજરોજ ૧૧ કલાકે ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવાના હસ્તે તેઓના પરિવારને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જેથી પરિવારજનોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

કાદર ખત્રી, ઝઘડિયા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *