Geo Gujarat News

ઝઘડીયા: વાઘપુરા પાસે અજાણ્યું વાહને બાઈક ચાલકને અડફેટે લેતાં અકસ્માત, એકનું મોત, અન્ય એક ઘાયલ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક આવેલ વાઘપુરા પાસે ગતરોજ સાજના 8 વાગ્યાની આસપાસના સમયે બાઈક ચાલકને કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતાં અકસ્માત સર્જ્યો હતો.સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ બાઈક ચાલક રાજપારડી તરફથી ઝઘડીયા તરફ જઈ રહ્યો હતો તે સમયે પાછળ થી કોઈ અજાણ્યા વાહનને પાછળથી ટક્કર મારતા બાઈક ચાલક તેમજ પાછળ બેસેલ ઈસમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેઓને 108 એબ્યુલન્સમા અવિધા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ હતા. જેમાં હાજર તબીબે કિરણભાઈ વિષ્ણુભાઈ વસાવા રહે. ઝઘડિયાનાને મૃત જાહેર કરેલ હતા. તેમજ અન્ય એક ઈસમ આકાશ અશોકભાઈ વસાવા રહે ઝઘડીયાને વધુ સારવાર માટે આગળ રિફર કરેલ હતા. ઝઘડીયાથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ જાણે અકસ્માત ઝોન બની ગયો હોય એમ લાગે રહ્યું છે .પોલીસ દ્વારા બે ફામ દોડતા વાહન ચાલકો પર અંકુશ લગાવે એવી લોક માંગ ઉઠવા પામી છે..

કાદર ખત્રી, ઝઘડિયા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *