નવયુગ વિદ્યાલય જંબુસરમાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળામાં અને શાળા બહાર વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું. ” મારી શાળા સ્વચ્છ શાળા, શાળા એક મંદિર છે ” એ વિષય ઉપર શાળામાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાંથી ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સ્વચ્છતા અભિયાનમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિશેષ સહકાર આપવા બદલ શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે આભાર વ્યક્ત કર્યો હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com