પંજાબ નેશનલ બેન્કમાં અલગ અલગ ઇસમોના નામે એકાઉન્ટ ખોલાવી ખાતેદારોની જાણ બહાર આધારકાર્ડમાં ચેડા કરી દુબઇ તથા બેંગકોક ખાતે મોટી રકમનુ ટ્રાન્જેકશન કરવાનું કૌભાંડ પકડી પાડતી એસ.ઓ.જી ભરૂચ પોલીસ..
એસ.ઓ.જી.શાખામાં ફરજ બજાવતા એ.એસ.આઇ. ગોવિંદરાવ લક્ષ્મણરાવ નાઓને મળેલ માહિતી આધારે આ કામના આરોપીઓ પંજાબ નેશનલ બેન્કમાં લોકોને વિશ્વાસમાં લઇ તેઓના આધાર કાર્ડમાં ગેરરીતીથી એડ્રેસમાં ફેરફાર કરી ખોટુ આધારકાર્ડ બનાવી તેનો ઉપયોગ કરી ખોટી રીતે અલગ અલગ ઇસમોના નામના ૪૨ જેટલા એકાઉન્ટો ખોલાવી તેમાથી અંદાજિત ૮ એકાઉન્ટોમાં મોટી પ્રમાણમાં નાણાકીય ટ્રાન્જેકશનો કરેલ તેમાં ખાતેદારના મોબાઇલ નંબરની જગ્યાએ ભેજેબાજો દ્વારા સંચાલીત અન્યનો મોબાઇલ નંબર એકાઉન્ટમાં દર્શાવી એકાઉન્ટ ધારકની જાણ બહાર ગેરકાયદેસર વ્યવસાયના નાણા ઓનલાઇન ટ્રાન્જેકશનથી ભારત ખાતેથી રૂપિયા જમા કરાવતા અને દુબઇ તથા બેંગકોક ખાતે મોટી રકમનુ વિડ્રોલ કરી આરોપીઓએ ઠગાઇ કરવાના હેતુથી ગુનાહીત વિશ્વાસઘાત કરેલ હોય જે અંગે તપાસ કરી સદર કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ભરૂચ શહેર “સી” ડીવી. પોલીસ સ્ટેશન ખાતે આ કામના આરોપી સરજુ દેવગણીયા અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઇ મયાત્રા નાઓ આધારકાર્ડમાં ચેડા કરી એકાઉન્ટ ખોલાવીને સુરત ખાતેના દશરથ ધાંધલીયાનાઓને ખાતેદારોના ધ્યાન બહાર તેઓના એ.ટી.એમ.કાર્ડ, પાસબુક અને ચેકબુક પહોચાડતા અને દશરથ ધાંધલીયા આ તમામ એ.ટી.એમ.કાર્ડ એકટીવ કરાવી દુબઇ ખાતે વૈભવ પટેલ નાઓને પહોચાડતો જયાં તેનો ઉપયોગ *ગેરકાયદેસરની નાણાકીય પ્રવૃતિમાં કરવા અંગે પર્દાફાશ થયેલ છે અને આ દિશામાં તેઓ દ્વારા અન્ય કોઇ બેન્કોમાં આવા પ્રકારનુ કૃત્ય આચરવામાં આવેલ હોય તો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ છે.
અટક કરેલ આરોપી : સરજુ દિલીપભાઇ દેવગણીયા, ઉ.વ.૨૭, રહે.૧૩૭ માતૃ શક્તિ સોસાયટી, પુણાગામ વરાછા, સુરત, મુળ રહે. જકરગઢ રોડ, અમૃતનગર શેરી નં-૬, ફાટક ઉતરતા અમરેલી.
પકડવાના બાકી આરોપી
(૧) ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઇ મયાત્રા, રહે.સુરત
(૨) દશરથ ધાંધલીયા, રહે.સુરત
(૩) વૈભવ પટેલ, રહે.દુબઇ
આ કામના આરોપી સરજુ દેવગણીયા અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઇ મયાત્રા નાઓ આધારકાર્ડમાં ચેડા કરી એકાઉન્ટ ખોલાવીને સુરત ખાતેના દશરથ ધાંધલીયાનાઓને અલગ અલગ વ્યક્તિઓને વિશ્વાસમાં લઇ ખાતેદારોના ધ્યાન બહાર તેઓના એ.ટી.એમ.કાર્ડ, પાસબુક અને ચેકબુક પહોચાડતા અને દશરથ ધાંધલીયા આ તમામ એ.ટી.એમ.કાર્ડ એકટીવ બાઓને પહોંચાડતો જ કરાવી દુબઇ ખાતે વૈભવ પટેલ નાઓને પહોચાડતો જયાં તેનો ઉપયોગ ગેરકાયદેસરની નાણાકીય પ્રવૃતિમાં કરતા હતા.