ભરૂચની એમ.કે.કોલેજના આચાર્ય ડો.વિજયકુમાર જોશીની કોમર્સ ફેકલ્ટીના ડિન તરીકે નિમણુંક થતા કોલેજ પરિવાર દ્વારા તેઓનું સન્માન કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડો.કે.એન ચાવડા દ્વારા ભરૂચની એમ.કે.કોલેજના આચાર્ય ડો.વિજયકુમાર જોશીની આગામી પાંચ વર્ષ માટે કોમર્સ ફેકલ્ટીના ડિન તરીકે નિમણુંક થતા કોલેજ પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી.કોલેજ પરિવાર દ્વારા આચાર્ય ડો.જોશીનું સન્માન કરી અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ડિન તરીકે નિયુક્ત થનાર ડો.જોશીએ ખુશી વ્યક્ત કરી આભારની લાગણી વ્યક્ત કરી તેઓ દ્વારા તમામ આવશ્યક કામગીરીની ખાતરી આપી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com