મિલાદુન્નબી પયગંબર મુહમ્મદના પાવન સપ્તાહમાં ભરૂચના કલાકાર, ભારતનું ગર્વ એવા શ્રી ગોરી યુસુફ હુસેનના પ્રયત્નોથી ઇંડોનેશિયાના કાલિમંતન તૈમૂર શહેરમાં “પાવર ઓફ કાબાહ” શીર્ષક અંતર્ગત ઇસલામીક કેલિગ્રાફીની 3જી પ્રદર્શિની યોજાઇ ગઈ.
આ પ્રદર્શનીનો મુખ્ય ઉદ્દેશ બે દેશોની કલાભાવનાને કલાના મદધ્યમથી વિકસાવવાનો અને સમૃદ્ધ બનાવવાનો રહ્યો છે. કલા એ માત્ર બે દેશોની સંસ્કૃતિને ઉજાગર કરવાનો જ નહીં પણ બંને દેશોના કલાકારોનો પરિચય કરવાનો અને કલાઅનુભવને એકબિજા સાથે વહેંચવાનો રહ્યો છે.
આ કલા પ્રદર્શનીનો સફળતા સંપૂર્ણ શ્રેય પ્રદર્શિનીના ક્યુરેટર અને કલ્ચર આર્ટ ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર શ્રી ગોરી યુસુફ હુસેનજીને ફાળે જાય છે. શ્રી ગોરી યુસુફ હુશેનજીની વિશ્વમાથી ચિત્રકલા અને કેલિગ્રાફી કલા અને એના કલાકારોને જોડવાનું અને પ્રેરણા પૂરી પાડી તેઓને કલા પ્રદર્શનીમાં ભાગ લેવા અને કેલિગ્રાફી કલા અને કલાકારોને વિશ્વ મંચ પર લઈ જવાનું કાર્ય કરી રહ્યા છે જે સૌ જાણે જ છે.
“પાવર ઓફ કાબાહ” જેને આપણે કાબાહની શક્તિ તરીકે સંબોધી શકીએ એ શીર્ષક અંતર્ગત ઇસલામીક કેલિગ્રાફીની 3જી પ્રદર્શિની 8 થી 15 સપ્ટેમ્બર 2024 સુધી ચાલેલી આ કલા પ્રદર્શનીમાં ભારતના કુલ 22 કલાકારો , આંતરરાષ્ટ્રીય 36 દેશોના 42 કુલ કલાકારો અને ઇંડોનેશિયાના 72 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો.
ઈન્ડોનેશિયામાં યોજાયેલી પ્રસ્તુત પ્રદર્શનના ડાયરેક્ટર એમ આરીફ સિકુર હતા તેઓએ બંને દેશના કલાકારોને આવકાર્યા હતા અને પ્ર્દર્શનીના ક્યુરેટર ગોરી યુસુફ હુસેનની નિસ્વાર્થ કલાસેવા અને કેલીગ્રાફીને વિશ્વમંચ પર લઈ જવાના પ્રયત્નને બિરદાવ્યા હતા.
પ્રદર્શનીનું મુખ્ય અતિથિવિશેષ પ્રોફેસર ડૉ. મુહમ્મદ અલી રમદાની જેઓ જનરલ સેક્રેટરી ઓફ કાલીમંતન સમારીનદાન,ઇંડોનેશિયા દ્વારા ઉદઘાટન કરવામાં આવેલ હતું. તે દિવસ દરમિયાન સેકન્ડ ડેપ્યુટી ગવર્નર ઓફ ઈસ્ટ કાલીમંતન શ્રીમાન હાદી મુલ્યાદી અને તેઓના પત્ની મહોતરમાં અરની મેકમુર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.