યુવતી બી.કોમ સુધી અભ્યાસ કરેલ હોય પરંતુ પિતાના અવસાનના દુઃખમાં માસનિક સ્થિતિ ગુમાવી દેતા ભરૂચ આવી ચઢી હતી :- કહેવાય છે ને ગમે એટલો અભ્યાસ કરેલો હોય પરંતુ જો કોઈ એવી ક્ષણ કે સ્થિતિ આવી જાય તો વ્યક્તિ માનસિક સ્થતિ ગુમાવી દેય.આવો જ એક કિસ્સો સામે આવ્યો જેમાં ભરૂચમાં ભટકતી એક યુવતીને સુરક્ષિત હોમગાર્ડ જવાન સખી વન સ્ટોપને પહોંચાડતા સખી વન સ્ટોપની ટીમના લોકોએ યુવતીને સાથે રાખી તેણીને કાઉન્સલીંગ કરવા સાથે વાતચીતમાં મોબાઈલ નંબર મેળવી પરિવારનો સંપર્ક કરતા પરિવાર મહારાષ્ટ્રથી યુવતીને લેવા યુવતીને લેવા ભરૂચ આવી પહોંચતા દીકરીને જોઈને માતાની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા.

યુવતી માનસિક અસ્થિર હોય અને બી.કોમ સુધી અભ્યાસ કરેલ હોય અને ભરૂચમાં સેવાશ્રમ રોડ પરથી મળી આવતા તેનું કાઉન્સલીંગ કરતા પરિવાર મહારાષ્ટ્રમાં રહેતો હોવાનું સામે આવતા પરિવાર સાથે મિલન :- ભરૂચમાં સેવાશ્રમ રોડ ઉપર કલા મંદિર જવેલર્સ નજીકથી વહેલી સવારે ૨૧ વર્ષની યુવતી અસ્થિર મગજની લાગતા હોમગાર્ડ જવાને આ યુવતીને તેના પરિવાર અંગે પૂછતાં તેણીએ કોઈ જવાબ નહિ આપતા હોમગાર્ડ જવાને યુવતીને સુરક્ષિત સખી વન સ્ટોપ સેન્ટર ઉપર લઈ જઈ કર્મચારીઓને સોંપી હતી અને સખી વન સ્ટોપની ટીમ દ્વારા માનસિક અસ્થિર મગજની યુવતીની પૂછપરછ કરતા યુવતીએ લાંબી પૂછપરછ બાદ મોબાઈલ નંબર પોતાના ભાઈનો આપ્યો હતો અને આ મોબાઈલ થકી સખી વન સ્ટોપે યુવતીની માતાનો સંપર્ક કરતા યુવતીનો ભાઈ અને તેની માતા મહારાષ્ટ્રથી ભરૂચ લેવા આવી પહોંચતા યુવતી બી.કોમ સુધીનો અભ્યાસ કરેલો છે અને તેના પિતાના અવસાન બાદ તેની માનસિક સ્થિતિ ઉપર અસર થઈ છે અને ૨૧ સપ્ટેમ્બરના રોજ થી તે ઘરેથી ગુમ થઈ હતી અને ટ્રેન મારફતે ભરૂચ આવી પહોંચી હશે તેવી કેફિયત રજુ કરતા આખરે માતાને પોતાની દીકરી સુરક્ષિત મળતા માતા અને ભાઈની આંખોમાં હર્ષના આંસુ સાથે દીકરીનું સુરક્ષિત પરિવાર સાથે મિલન થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com