Geo Gujarat News

આમોદ: વરસાદના વિરામ પછી બફારાને કારણે શરીરસૃપો બહાર નીકળતાં લોકોમાં ગભરાહત

નેચર સેવીંગ ફાઉન્ડેશનના કાર્યકર દ્વારા એક દિવસમાં બે સાપો રેસ્ક્યું કરાયાં : આમોદ નગર સહીત પંથકમા હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે હાલમાં ભારે ઉકળાટ અને બફારાને કારણે શરીર સૃપ પ્રાણીઓ બહાર નીકળી રહ્યા છે.જેથી લોકોમાં ભય સાથે ગભરાટ ફેલાઈ રહ્યો છે.ત્યારે નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર દ્વારા અલગ અલગ જગ્યાએથી બે સાપનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.

આમોદ રેવાસુગર પાસે આવેલા પોલ્ટ્રી ફાર્મમા કોબ્રા સાપ જોવા મળ્યો હતો.જે સાપ દ્વારા બે થી વધુ મરઘાંના બચ્ચાંનો શિકાર પણ કરવામાં આવ્યો હતો.જેથી પોલ્ટ્રી ફાર્મના માલિક ખલીલ પટેલ દ્વારા સાપ રેસ્ક્યું કરનાર આમોદના અંકિત પરમારને જાણ કરવામાં આવી હતી.જે અંકીત પરમારે તુરંત જ સ્થળ ઉપર પહોચી કુશળતાથી અત્યંત ઝેરી પ્રજાતિના કોબ્રા સાપને રેસ્ક્યું કર્યો હતો.જેથી પોલ્ટ્રી ફાર્મના માલિકે રાહતનો શ્વાસ લીધો હતો.

ત્યાર બાદ આમોદમા આવેલી આંબેડકર નગર સોસાયટીમાં રહેતાં પ્રવિણ શંકરભાઈ પરમારના મકાનના બાથરૂમમા દરઘોઈ (કોમન સેન્ડ બુઆ) નામની પ્રજાતિનો બિન ઝેરી સાપ ઘુસી ગયો હતો.જેનું પણ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકીત પરમારે કુશળતાથી રેસ્ક્યું કર્યું હતું.આંબેડકર નગર સોસાયટીમાં બંને સાપોને જોવા માટે આસપાસના રહીશો ઉમટી પડ્યા હતાં.ત્યાર બાદ બંને સાપોને નૈસર્ગિક વાતાવરણમા મુકત કરવામાં આવ્યા હતાં.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *