Geo Gujarat News

વાગરા: ICDS કચેરી ઘટક વાગરા ખાતે પોષણ માસ નિમિત્તે સ્વસ્થ બાલ બાલિકા સ્પર્ધાનું આયોજન કરાયું

ગુજરાત સરકાર દ્વારા સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવણી કરવા નિમિત્તે આઈ સી ડી એસ શાખા વાગરાના આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ સ્તરે થીમ મુજબની પ્રવૃત્તિ કરવા આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તા. ૨૫-૦૯-૨૦૨૪ના રોજ આઈ.સી.ડી.એસ કચેરી ઘટક વાગરા ખાતે પોષણ માસ નિમિત્તે “સ્વસ્થ બાલ બાલિકા સ્પર્ધા”નું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં ઘટક તેમજ સેજામાં જે બાળકની ઉંમર પ્રમાણે વજન અને ઊંચાઈ સામાન્ય હોય તેવા બાળકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપીને જુબિલિયન્ટ કંપનીના સહયોગ થકી પ્રાંત મેડમશ્રી, મામલતદારશ્રી, સીડીપીઓશ્રીના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત આંગણવાડી કાર્યકર દ્વારા બનાવેલ TLM પ્રદર્શન અને ટી.એચ.આર તેમજ મિલેટ્સમાંથી બનાવેલ વાનગીનું નિર્દર્શન કરવામાં આવ્યું. પ્રાંત મેડમ તેમજ સીડીપીઓશ્રી દ્વારા આંગણવાડી કેન્દ્ર ખાતે ચાલતી વિવિધ યોજનાની માહિતી પૂરી પાડવામાં આવી. આઈ.સી.ડી.એસ યોજના હેઠળ ચાલતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ, ટેક હોમ રાશન અને મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજનાની જરૂરી માહિતી બાળકોના વાલીઓને આપવામાં આવી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *