ભરૂચના પાલેજ સ્થિત કેપીએસ ઇન્ટરનેશલ એકેડમીમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મનોજ કુમાર તિવારીને સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુરસ્કાર, 2024 પ્રાપ્ત થયો છે. સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુરસ્કાર કમિટી દ્વારા શૈક્ષણિક બાબતો માટે કેટલાક માપદંડો અને અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા.

જેના પ્રતિસદમાં આચાર્યએ પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા. આચાર્ય દ્વારા રજુ કરાયેલા અભિપ્રાયને ધ્યાન રાખી કમિટીના સભ્યોએ અત્રેની શાળાના આચાર્ય શ્રી મનોજ કુમાર તિવારીને સ્વામી વિવેકાનંદ નેશનલ પ્રિન્સિપલ એવોર્ડ 2024 થી સન્માનિત કરી તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતુ.

આ એવોર્ડ તા:- 28-09-2024 ના રોજ અમદાવાદ, હોટેલ ક્રાઉન પ્લાઝામાં આયોજિત એવોર્ડ સમારોહમાં તેઓને કમિટીના સભ્યો વડે એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેપીએસ ઇન્ટરનેશનલ એકેડમી, પાલેજના ટ્રસ્ટીઓ અને શાળા પરિવાર આચાર્યશ્રીની આ સિદ્ધિને બિરદાવી તેઓ પ્રગતિના સોપાન સર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com