આગામી દિવસોમાં નવરાત્રી પર્વ શરૂ થવા જઈ રહ્યો છે. તે ટાણે શાંતિ ન દહોળાય તે હેતુ સર ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. એમ.કે.પરમારની અધ્યક્ષતા મા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું.

જેમાં નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા તમામ ૩૩ ગામોના સરપંચો અને ગામના આગેવાનો ની હાજરીમાં યોજાઈ હતી. આ બેઠકમાં પી. આઈ. એ ગામનું વાતાવરણ દહોણાઈ નહીં અને તહેવાર શાંતિમય વાતાવરણ મા ઉજવાય તે અંગે જરૂરી સૂચનો આપ્યા હતા. ઉપસ્થિતો એ એકી અવાજે શાંતિ ના દહોણાય તેની ખાત્રી આપી હતી. નબીપુરના પી.આઈ. એ સર્વનો હાજર રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

સલીમ કડુજી, નબીપુર
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com