Geo Gujarat News

ભરૂચ: તસ્કરોની અફવાઓથી દુર રહેવા પાલેજ પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ

છેલ્લા થોડા દિવસોથી તસ્કરો ચોરી કરવા આવતા હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે ભરૂચના પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટર આર. એમ. વસાવાની અધ્યક્ષતામાં પાલેજ ટાઉનના વેપારીઓ સાથે એક મિટિંગ યોજાઇ હતી.

પાલેજ પોલીસ મથકના વિસ્તારમાં આવેલા વિસ્તારના આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ ગરબા આયોજકો તથા જવેલર્સ,બેંક કર્મચારીઓ સાથે મિટિંગ યોજાઇ હતી. જેમાં તાજેતરમાં ગામમાં ચોરી કરવા માટે તસ્કરો આવે છે તેવી અફવાઓ તાજેતરમાં ફેલાયી હોય તે બાબતે હાજરજનોને અફવાઓથી દૂર રહેવા તેમજ કોઈ વ્યકિત કે ટોળા દ્વારા કાયદો હાથમાં લેવામાં ન આવે તેમજ નવરાત્રિના તહેવાર અનુસંધાને સુલેહ શાંતિ જળવાઈ રહે તેમજ એ ટી એમ બેંક કર્મચારીઓને સંકલનમાં રહેવા અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવી તેમજ કોઈપણ તકલીફ જણાય તો પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *