Geo Gujarat News

ભરૂચ: પાલેજ ઓવરબ્રિજ નીચેથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો, વાલી વારસોએ પાલેજ પોલીસ મથકનો સંપર્ક કરવો

ભરૂચ જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા પાલેજ ઓવરબ્રિજ નીચેથી એક અજાણ્યા આધેડનો મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને જાણ થતા પોલીસે અજાણ્યા આધેડના મૃતદેહનો કબજો મેળવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અજાણ્યો ઇસમ ભિક્ષુક જેવો જેની ઉંમર આશરે ૬૦ વર્ષના અરસાની તેણે બદનમા ક્રીમ કલર જેવો લાંબી બાયનો શર્ટ તેમજ કમરના ભાગે જુનુ મેલુ પેન્ટ પહેરેલ છે તથા દાઢી વધેલી છે અને ડાબા હાથે સફેદ કલરનું એક કડુ પહેરેલ છે તથા તેના જમણા હાથે શાંતા બાબુભાઇ સુમન લખેલાનુ છુંદણુ છુંદાવેલ છે. આધેડનું કોઇ અગમ્ય કારણોસર મોત થયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. વાલી વારસોને પાલેજ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *