કરજણ તાલુકાના વલણ ગામનો આઠ વર્ષની બાળકીના અપહરણ નો નાસ્તો – ફરતો પોક્સો એક્ટનો આરોપીને ઝડપી પાડતી આમોદ પોલીસ : પોલીસોસૂત્રો માંથી મળતી માહિતી મુજબ તા.08 – 01 – 2024 ના રોજ આમોદ પો.સ્ટે.મા દાખલ થાયેલ ગુનો ઈ.પી.કો. ૩૬૩ / તથા પોક્સો એક્ટ કલમ ૧૨ મુજબ ના ગુનાનો આરોપી નટુભાઈ શંકરભાઈ રાઠોડ ઉંમર 48 વર્ષની શોધખોળ માટે તેમજ ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓ સોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓની સૂચના અનુસંધાને પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી જંબુસર વિભાગના માર્ગદર્શનના આધારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. કરમટિયાને બાતમી મળેલ મુજબ પી.એસ.આઇ. અસવાર તેમજ તેમના પોલીસ સ્ટાફ સાથે મળેલ બાતમી વારી જગ્યાએ તેમની ટીમ સાથે ઘણા સમયથી નાસ્તા ફરતા પોક્સોના આરોપીને પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com