Geo Gujarat News

જંબુસર: ચાંદપીર દરગાહ પાસે ખુલ્લી વરસાદી કાંસમાં ST બસ ખાબકી, વિદ્યાર્થીઓ સહિત 30થી વધુને નાની મોટી ઇજાઓ પહોંચી

કારેલીથી જંબુસર આવતી એસટી બસ જંબુસરના ચાંદપીર દરગાહ પાસેની ખુલ્લા વરસાદી કાંસમાં ખાબકતા બસ માં ચાલક સહિત ૩૦ થી વધુને ઇજા થઇ હતી. સોમવારે સવારના રાબેતા મુજબ કારેલી ગામથી એસ.ટી.બસ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો સાથે જંબુસર આવી રહી હતી.તે દરમ્યાન જંબુસરની ચાંદપીર દરગાહ પાસે ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા રોડ ની બાજુમાં રહેલી ખુલ્લા વરસાદી કાંસમાં બસ ખાબકી હતી. જેના પગલે બસમાં સવાર મુસાફરોની દર્દ અને ગભરાટ ભરી ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. તો આસપાસ લના લોકો પણ દોડી આવ્યા હતા. અકસ્માતમાં ચાલક ,અને વિદ્યાર્થીઓ સહિત ૩૦ થી વધુને નાની મોટી ઇજા થવા પામી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. સદર બનાવની જાણ જંબુસર પોલીસને થતા જંબુસર પી.આઇ એ.વી પાનમિયા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહીની કવાયત હાથ ધરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *