Geo Gujarat News

વાગરા: કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદૂષણ સહિતના મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ

વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના સભ્યો દ્વારા આજરોજ સવારે 11 કલાકે મામલતદાર કચેરી ખાતે પ્રદૂષણ સહિતની સમસ્યાઓને લઈને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

સાયખા તેમજ વિલાયત જીઆઈડીસીમાં આકાર પામેલ અનેક કેમિકલ ઉદ્યોગો દ્વારા ચોમાસાની ઋતુમાં વરસાદનો લાભ લઈ પ્રદૂષિત પ્રવાહી છોડવામાં આવતા ખેતીને પારાવાર નુકશાન પહોંચ્યું હોવાના આક્ષેપ સાથે આવેદન પત્ર પાઠવી કેમિકલ તેમજ કલર્યુક્ત પ્રવાહી છોડતા ઉદ્યોગકારો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. આવેદનમાં પશુપક્ષીઓના જીવ પણ જોખમાયા હોવાનો આક્ષેપ કરાયો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની કચેરી દ્વારા ઠોસ કાર્યવાહી નહી કરાતી હોવાનો આક્ષેપ તેમજ આવા ઉદ્યોગ વિરૂદ્ધ મામલતદાર અધિકારી પોતે ફરિયાદી બની કર્યાવહ કરે તેવી માંગ કરી છે. આ સિવાય કંપની દ્વારા ફાળવવામાં આવતા CSR ફંડ હેઠળ નાણાં નો યોગ્ય વિકાસ કાર્યોમાં ઉપયોગ કરવા તેમજ તાલુકામાં મલ્ટી સ્પેશ્યાલીતી હોસ્પિટલની ફરીથી માંગ કરવામાં આવી છે.

આવેદન આપતી વેળાએ વાગરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મયુદ્દીન રાજ, સકિલ્ર રાજ, સુરેશ પરમાર, આસિફ પટેલ, મહેન્દ્ર અતાલી, મુસ્તાક પટેલ, જાબીર પટેલ, ઇમરાન રાજ સહિતના કોગેસ આગેવાનો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *