ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર રાત્રીના HCL એસીડ ભરેલા ટેન્કરને અકસ્માત નડયો હતો.જેમાં એસિડ લીકેજ થતાં જ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમોએ સ્થળ પર દોડી આવી 4 ફાયર ટેન્ડરની મદદથી 4થી 5 કલાકની ભારે જહેમત બાદ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.જોકે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહિ થઈ હતી.
ભરૂચના નેશનલ હાઇવે 48 પર આવેલા ઝાડેશ્વર ચોકડી નજીક ગતરોજ રાત્રીના ગ્રામીસ કેમિકલ કંપનીનું HCL એસીડ ભરીને બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું.તે સમયે તેને ટ્રક સાથે અકસ્માત નડતા એસિડ ભરેલું ટેન્કર લીકેજ થયું હતું.આ ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ટીમ સાથે સ્થળ પર દોડી આવી 4થી 5 ફાયર ટેન્ડરોની મદદથી અંદાજીત 5 કલાકની મદદથી લિકેજ ટેન્કર પર કાબુ મેળવ્યો હતો.જોકે ઘટનમાં કોઈ જાનહાની નહિ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Author: geogujaratnews
Views: 375