Geo Gujarat News

ભરૂચ: જિલ્લામાં અલગ-અલગ ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચેઇન સ્નેચીંગના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને પોલીસે જેલ હવાલે કર્યા

પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મથુર ચાવડાનાઓ તરફથી ભરૂચ જિલ્લામાં થતી ઘરફોડ તથા ચેઇન સ્નેચીંગ તથા મિલ્કત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી ભરૂચ જીલ્લા પોલીસને અસરકારક નાઇટ પેટ્રોલીંગ રાખવા તથા વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી એક્શન પ્લાન તૈયાર કરાવી, તે દિશામાં અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાના આધારે પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળા એલ.સી.બી. ભરૂચનાઓએ ઉપરોકત સુચનાઓ અન્વયે ભરૂચ જીલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલ ઘરફોડ તથા ચેઇન સ્નેચીંગના ગુનાઓ શોધી કાઢવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ હતું.

જે આધારે એલ.સી.બી.ની ટીમો દ્વારા ભરૂચ જીલ્લાની અનડીટેક્ટ ઘરફોડ તથા ચેઇન સ્નેચીંગના ગુનાઓમાં ગુનાવાળી જગ્યાની વિઝીટ કરી, આસપાસની ભૌગોલીક પરિસ્થીતીનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરી, આસપાસના તથા રૂટ ઉપરના સી.સી.ટી.વી ફુટેજો મેળવી તેનું એનાલિસીસ કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સથી ગુનાઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. જે દરમ્યાન એલ.સી.બી.ના પો.સ.ઇ આર.કે.ટોરાણીનાઓની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમ્યાન બાતમી મળેલ કે, ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચેઇન સ્નેચીંગના ગુનામાં અગાઉ ચેઇન સ્નેચીંગના ગુનામાં પકડાયેલ આરોપી સાયણ સુગર રોડ પર આવેલ ક્રિષ્ણા કોમ્પ્લેક્ષ ખાતે રહેતો ધવલ દિનેશ પારેખ તથા સુરત ભરથાણા ભૈરવ મંદિરની બાજુમાં રહેતો કાન્હુચરણ બધેઇ સંડોવાયેલ છે જે બન્ને હાલમાં પોતાના ઘરે હાજર છે” જેવી બાતમીના આધારે અલગ-અલગ બે ટીમો બનાવી સુરત ખાતેથી ઉપરોક્ત બાતમી વર્ણનવાળા ઇસમોને પકડી પાડી ભરૂચ એલ.સી.બી ઓફીસ ખાતે લઇ આવી ચેઇન સ્નેચીંગના ગુનાઓ બાબતે પ્રાથમિક પુછપરછ કરતા સદર બન્ને ઇસમ કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી જેથી પકડાયેલ આરોપી ઉપર પ્રબળ શંકા જતા તેની યુક્તિ-પ્રયુક્તિથી ઉંડાણપુર્વકની સઘન પુછપરછ કરતાં આરોપી ભાંગી પડેલ અને ધવલ પારેખે કબુલાત કરેલ કે, હું તથા કાન્હુચરણ ધનશ્યામ બધેઇ તેની બાઇક લઇ પકડાઇ ન જવાય તે હેતુથી નંબર પ્લેટ કાઢીને અંક્લેશ્વર તથા ભરૂચના અલગ-અલગ વિસ્તારમાં ઓછી અવર-જવરવાળી જગ્યાએ જઇ રસ્તા પર ચાલતી જતી મહીલાઓને ટાર્ગેટ કરી તેમના ગળામાં પહેરેલ સોનાના દાગીના તોડી લઇ ચોરી કરતા અને જે સોનાના દાગીના મળે તે અમદાવાદ ખાતે રહેતા મારા મિત્ર મનિષને વેચી દેતાં અને તેમાંથી જે પૈસા મળતા તેના ભાગ પાડી લેતા હોવાની કબુલાત કરેલ હતી.

જેથી ચેઇન સ્નેચીંગ કરનાર બે આરોપી તથા ચોરીનો માલ લેનાર એક આરોપીને પકડી પાડી આરોપી વિરુધ્ધ બી.એન.એસ.એસ. ની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે ભરૂચ શહેર “એ” ડીવીઝન ખાતે સોંપી અંક્લેશ્વર શહેર “એ” ડીવીઝન તથા ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

(૧) ધવલ દિનેશભાઇ પારેખ ઉ.વ. ૩૯, રહે. રૂમ નંબર-૪૦૧, કીષ્ણા કોમ્પ્લેક્ષ સુગર રોડ, સાયણ, તા- ઓલપાડ, જી. સુરત. મુળ રહે. મ.નં. એસ/૦૪, બી/૧૦૧, કોસાડ આવાસ, તા-ચોર્યાસી, જી- સુરત.

(૨) કાન્હુચરણ ધનશ્યામ બધેઇ હાલ રહે. ભૈરવ મંદીરની પાસે ભાડાના મકાનમાં, ભરથાણા, તા. ચોર્યાસી, જી.સુરત. મુળ રહે. બાદશાહી ઝીતિકાબાદી ખંદુરૂ પોલાસારા ગંજમ છત્રપુર. (ઓડીસા)

(3) મનીષ ધનશ્યામભાઈ સતાણી

કબ્જે કરેલ મુદામાલ

(૧) ગુનામાં વપરાયેલ બાઇક નંબર- GJ-05-TE-9102 કી.રૂ. ૫૦,૦૦૦/-

આરોપીઓની ગુનો આચરવાની એમ.ઓ.
આ કામે પકડાયેલ આરોપી ધવલ પારેખ અગાઉ પણ આશરે છ થી સાત વખત ચેઇન સ્નેચીંગના ગુનામાં પકડાયેલ હોય આ ચેઇન સ્નેચીંગ કરવામાં ફાવટ હોય પોતે તેના મિત્ર કાન્હુચરણ બધેઇ સાથે સુરતથી બાઇક લઇ પકડાઇ ન જવાય તે હેતુથી બાઇકની નંબર પ્લેટ કાઢી લઇ અંક્લેશ્વર તથા ભરૂચમાં અલગ-અલગ વિસ્તારમાં ઓછી અવર-જવર વાળી જગ્યાએ જઇ રસ્તા પર ચાલતી જતી મહીલાઓને ટાર્ગેટ કરી તેમના ગળામાં પહેરેલ સોનાના દાગીના તોડી લઇ ચોરી કરી જે સોનાના દાગીના મળે તે અમદાવાદ ખાતે રહેતા પોતાના મિત્ર મનિષને વેચી દેતાં હોવાની કબુલાત કરેલ છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *