આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં આવેલાં પુરના કારણે નદી કાંઠાના ગામોમાં ભારે વિનાશ વેર્યો હતો.અને ખેતીને પણ વ્યાપક નુકશાન પહોંચાડ્યું હતું.આ ઉપરાંત ખેતીની જમીનનું પણ ભારે ધોવાણ થયુ હતું. નદીનાં ધસમસતા પાણીનાં પ્રવાહને કારણે ખેતીની જમીન ધોવાણ થઈ જતાં ખેડૂતના ખેતરો સામે ખતરો ઉભો થયો છે.જેથી ખેડૂત ચિંતિત બન્યો છે.

સરકાર દ્વારા જમીન ધોવાણનો ખર્ચ આપવામાં આવે તેવી ખેડૂતોની માંગણી : આમોદ તાલુકાના વાડિયા ગામે આવેલી સર્વે નંબર ૩૬૯ વાળી જમીન ઉપર ગિરીશ વસાવા ખેતી કરીને જીવન ગુજરાન ચલાવે છે.જે ઢાઢર નદીની બાજુમા જ આવેલી છે.જે જમીનનું ભારે ધોવાણ થતાં ખેતરની અડધી જમીન ધોવાણ થઈ ગઈ હતી.જેથી ખેડૂતે સરકાર પાસે માટી પૂરવા માંગ કરી છે.તેમજ જમીન ધોવાણ થતાં સહાયની માંગ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં આવેલાં પૂરને કારણે નદી કાંઠાના ઘણાં ગામોમાં પુરના પાણી ઘુસી ગયા હતા.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com