આમોદ તાલુકા પંચાયત પાસે આવેલા વીજ કંપનીની વીજ ટ્રાન્સફોર્મર ઉપર અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી.
જોકે સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહિ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. વીજ ટ્રાન્સફોર્મર ઉપર અચાનક આગ લાગતાં આમોદ પાલિકાનાં કર્મચારીઓ વાલ્વમેન સહેબાઝ તેમજ લાઈનમેન મયુર વસાવાએ રેતી નાંખી આગ ઉપર કાબૂ મેળવવા ભારે પ્રયાસો પણ કર્યા હતાં.

પરંતુ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.જેમાં નીચેથી લાગેલી આગ ઉપર સુઘી પ્રસરી ગઈ હતી.ત્યાર બાદ વીજ કંપનીના કર્મચારીઓ આવી પહોંચતા તેમણે આમોદ તાલુકા પંચાયતમાં રહેલાં ફાયર સેફ્ટી ભુસરના બોટલ લાવી ગણતરીના સમયમાંજ આગ ઉપર આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગર પાલિકાનું ફાયર ટેન્ડર વર્ષોથી ધૂળ ખાઈ રહયું છે.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com