ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે કોનવોકેશન ડે ની ઉજવણી નિમિત્તે 142 વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી વિદાય આપવામાં આવી હતી.
વાગરા આઇટીઆઇ ખાતે આજરોજ પાસ થયેલ તાલીમાર્થીઓને કોનવોકેશન ડે નું આયોજન કરી 142 પ્રમાણ પત્રો વિતરણ કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે વિલાયત ઔદ્યોગિક વસાહત તેમજ સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ કલરટેક્ષ ઇન્ડસ્ટ્રીઝના મહેશ વશી તેમજ બોડલ કેમિકલ કંપનીના કુંજ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.

આ નિમિત્તે ઉત્તીર્ણ થયેલ તાલીમાર્થીઓને તેઓએ જીવનનાં આગળના તબક્કા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વાગરા તાલુકામાં આવેલ ઔદ્યોગિક એકમોમાં પોતાનું કૌશલ્ય પ્રાપ્ત કરી પાસ આઉટ થયેલ વિદ્યાર્થીઓ કેવી રીતે નોકરી મેળવી શકે, કેવી રીતે ઇન્ટરવ્યૂ માં પાસ થઈ શકે અને કેવી રીતે પોતાની જીવનશૈલી માં બદલાવ લાવી શકે તે બાબતે બંને મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં સલાહ અને સૂચનો કર્યા હતા. આ કાર્યક્રમમાં કલર્ટેક્ષ કંપનીના મહેશ વશી, બોડાલ કેમિકલ કંપનીના કુંજ પટેલ અને આઇટીઆઇ માં અભ્યાસ કરાવતા શિક્ષકો તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

142 તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા જે પૈકીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક હાંસલ કરનાર ત્રણ વિદ્યાર્થીઓને અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા.


નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com