વાગરા તાલુકાની વિલાયત GIDC માં આવેલ કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી વિભાગ તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભરૂચ પ્રાદેશિક કચેરી દ્વારા વિલાયત અને સાયખાં ના ઔદ્યોગિક એકમો માટે સેફટી અને એન્વાયરમેન્ટ ક્લિનિકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ઉક્ત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉદ્યોગોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભરૂચ પ્રાદેશિક કચેરીના વડા પ્રાદેશિક અધિકારી કે એન વાઘમશી,પર્યાવરણ ઈજનેર આર આર ગાયકવાડ,ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી વિભાગ ના મદદનીશ નિયામક જાગૃતિબેન ચૌહાણ દ્વારા ઉપસ્થિત ઉદ્યોગોના પ્રતિનિધિઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. એન્વાયરમેન્ટ ક્લિનિકનો મુખ્ય હેતુ ઉદ્યોગોને શિયાળાની ઋતુમાં હવા પ્રદુષણ નિયંત્રણ માટે લેવાના જરૂરી પગલાંઓ તેમજ રાખવાની થતી સાવધાનીઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે ઉપસ્થિત ઉદ્યોગકારોને માર્ગદર્શન આપતા ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી વિભાગ ના મદદનીશ નિયામક જાગૃતિબેન ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે ઉદ્યોગોમાં બંધિયાર જગ્યા માં પ્રવેશ કરી ને જે કાર્યો કરવામાં આવે છે તેમાં ખુબ જ સાવધાની રાખવાની જરૂર છે. હાલ માં જ કંડલા ખાતે થયેલ અકસ્માત ની વિગતવાર ચર્ચા તેઓએ કરી હતી.અને ઉદ્યોગોને કુશળ અને સક્ષમ કાર્યકરો દ્વારા જ આવી બંધિયાર જગ્યામાં પ્રવેશ કરી ને કાર્ય કરવા માટે ભાર આપ્યો હતો. વધુમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ના પ્રાદેશિક અધિકારી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલ જળશક્તિ અભિયાન હેઠળ વધુ માં વધુ બોરવેલ રિચાર્જ કરી જમીન માં પાણી ઉતારવા માટે આગ્રહ કરવા માં આવ્યો હતો. સાયખાં તેમજ વિલાયત ના ઉદ્યોગકારોએ આ તમામ બાબતો ખુબ જ ગંભીરતા પૂર્વક લીધી હતી અને તેમના દ્વારા જરૂરી તમામ પગલાં લેવા ની ખાતરી આપવા માં આવી હતી. ઉદ્યોગોના પ્રતિનિધિઓએ બાહેંધરી આપી હતી કે તેમના દ્વારા ઉદ્યોગ ચલાવવા માં ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી તથા પર્યાવરણીય સુરક્ષા માટે ખુબ જ ઊંચા માપદંડ અપનાવવામાં આવશે.અને ખુબ જ સારી કાળજી લેવામાં આવશે.
આ પ્રસંગે વિલાયત એસોસીએસનના માનદ મંત્રી ડૉ.મહેશ વશી, સાયખા એસોસીએસન ના કુંજ પટેલ ખાસ અનેનાયબ ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી નિયામક ડી.કે વસાવા ઉપસ્થિત રહ્યા હતા.સફળ આયોજન કરવા બદલ કલરટેક્સ કંપની ના કર્મચારીઓનો વિલાયત તેમજ સાંયખા એસોસીએસન દ્વારા આભાર માનવા માં આવ્યો હતો.
નઈમ દિવાન, વાગરા