Geo Gujarat News

વાગરા હનુમાન ચોકડી નજીક બે બાઈક સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો બેને નાની મોટી ઈજા

વાગરાની હનુમાન ચોકડી નજીક બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવારને સામાન્ય ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક 108ની મદદથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા પણ એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ પણ તાબડતોબ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *