Geo Gujarat News

ભરૂચ: કારતુસ અને રાયફલ સાથે 2 મિત્રોની ધરપકડ, આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરાયો

ભરૂચ એસઓજી પોલીસે જબુંસર માર્ગ પરથી આર્મ્સ એકટ હેઠળના બે ગુનાઓ શોધી તેની સાથે બે ઈસમો ઝડપી પાડ્યા હતા.પોલીસે તેમની પાસેથી કુલ રૂ.25 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરુચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો ગુનાઓમા ઉપયોગ થવાના બનાવો બનતા હોય જે બાબતે આવા બનાવો ના બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરુચ જિલ્લામાંથી ગુનાખોરી નાબુદ કરવા સારૂ અસરકારક અને પરીણામ લક્ષી કામગીરી કરવા જિલ્લા પોલીસ વિભાગમાં સુચનાઓ અપાઈ હતી.જે અનુસંધાને ભરૂચ એસઓજી ના પોલીસ કોન્સ્ટેબલ તનવીર મહંમદ ફારૂકને માહિતી મળી હતી.કે,જંબુસર રોડ ઉપર આવેલા પટેલ પાર્ક, મ.ન.29 માં રહેતા મુસ્તાક ઉર્ફે અફઝલ કોઠીવાલા પોતાના ઘરમાં ગેરકાયદેસરની હથિયાર તથા કારતુસ રાખેલ છે.

આ માહિતીના આધારે પોલીસે તેના મકાનમાં તપાસ કરતા મુસ્તાક ઉર્ફે અફજલ ઉમરજી કોઠીવાલાએ પોતાના રહેણાંક મકાનમાં અગ્નિશસ્ત્ર હથિયારમાં વપરાતા બારબોર રાઇફલના જીવતા કારતુસ નંગ-06 ની કુલ કિં.રૂ.600 નાગેરકાયદેસર રીતે તેના મિત્ર મન્સુર સલીમ પટેલ,રહે.પઠાણી ભાગોળ,જંબુસરના મકાનમાં રાખતા તે પકડાઈ ગયા છે.જ્યારે સહ આરોપી મન્સુર સલીમ પટેલના ઘરે જઇ ઝડતી તપાસ કરતા મન્સુર સલીમ પટેલે તેના મકાનમાથી હથિયાર પરવાના વગર અગ્નિશસ્ત્ર ડબલ બેરલ 12 બોરની બંદુક નંગ 01 કિ.રૂ. 25,000 ની સાથે કુલ રૂ 25,600 ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા.બંને વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *