Geo Gujarat News

ભરૂચ: ચાવજની હદમાં આવેલી રાધે રેસીડેન્સીમાંથી સોના-ચાંદીના ઘરેણાં મળીને અંદાજીત દોઢ લાખથી વધુના મુદ્દામાલની ચોરી

ભરૂચના ચાવજ ગામની હદમાં આવેલી રાધે રેસીડેન્સીના ગતરોજ રાત્રીના તસ્કરોએ ત્રાટકી ત્રણ મકાનોને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણાં મળીને અંદાજીત દોઢથી બે લાખના મુદ્દામાલ સાથે એક બાઇકની પણ ઉઠાંતરી કરી હતી. જે બાદ તસ્કરો અંધારામાં પલાયન થઈ ગયા હતા. આ મામલે સી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ભરૂચના યાવજ ગામની રાધે રેસીડેન્સીમાં રહેતા સચિનભાઈ ગોહિલ પોતાના મકાનને તાળું મારી I નોકરી ઉપર નાઈટ શિફ્ટમાં ગયા હતા તે દરમિયાન રાતે તરસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરો દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના-ચાંદીના ઘરેણાં મળી અંદાજીત દોઢથી બે લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જ્યારે તસ્કરો અન્ય બે મકાનોને નિશાન બનાવ્યા સહિત સોસાયટીમાંથી પાર્ક કરેલ બાઇકની પણ ચોરી કરી પલાયન થઈ ગયા હતા.ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *