Geo Gujarat News

ભરૂચ: પાલેજ સ્થિત લલાજીન નજીક આવેલા દવાખાનામાં નિશુલ્ક સુગર ચેક અપ શિબિર યોજાઇ, મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

૧૪ મી નવેમ્બર સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ભરૂચના પાલેજ સ્થિત ડૉ. મોહસીન રખડાના દવાખાનામાં નિશુલ્ક ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આયોજિત શિબિરમાં ડૉ. મોહસીન રખડા તેમજ અન્ય એક તબીબે દર્દીઓની ચકાસણી કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. મોહસીન રખડા સાંપ્રત અત્યાધુનિક યુગમાં હદય રોગ સ્ટ્રોકના દરદીઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. એનું એક અગત્યનું કારણ ડાયાબિટીસ માનવામાં આવે છે.

ડૉ. મોહસીન રખડા ના મતાનુસાર યુવા પેઢી ૧૫ થી ૩૫ વર્ષ વધતા જતા ડાયાબિટીસના દર્દીઓ ભાવિ પેઢી માટે ખૂબ જ પડકારરૂપ છે મેડિકલ સર્વે અનુસાર આશરે 10 કરોડ જેટલા દર્દીઓ આપણા દેશમાં આજે ડાયાબિટીસથી પીડાય રહ્યા છે એમાં પણ 50% થી વધુ દર્દીઓ પોતાની ડાયાબિટીસ છે એનાથી અજાણ છે તો સમયસર સુગર તપાસ અને સારવાર કરવામાં આવે તો આ રોગથી થતા ગંભીર જોખમથી બચી શકાય છે સાથે સાથે નિયમિત કસરત બ્લડપ્રેશર ચેકઅપ વજન નિયંત્રણ આરોગ્ય વર્ધક પૌષ્ટિક ખોરાક જીવનશૈલી પણ ખૂબ જ અગત્યની છે.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *