આમોદના રાણીપુરા ગામના જુના ફળિયાના ચકલામાં સંધ્યાકાળના સમયે બેઠેલા વ્યક્તિ ઉપર લાકડીના સપાટા મળી હત્યા કરી હોવાની નોંધાય હતી ફરિયાદ : ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રાણીપુરા ગામે સાત વર્ષ અગાઉ પાડોશી એ જ પાડોશીની જુના ઝઘડાની રીસ રાખી હત્યા કરી હોવાના પ્રકરણનો કેસ ભરૂચના બીજા એડિશનલ કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ પુરાવા અને દલીલો તથા સરકારી વકીલે કરેલી ધારદાર દલીલોને ધ્યાને રાખી આખરે આરોપીને આજીવન કેદની સજા તથા દંડ ફટકારતા ગામમાં પણ ચકચાર મચી જવા પામી છે અને મૃતકના પરિવારને સાચા અર્થમાં ન્યાય મળ્યો હોવાના અનુભવ કરી રહ્યા છે. સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર ગત તારીખ 29/6/2018 ના રોજ આમોદ તાલુકાના રાણીપુરા ગામના જૂના ફળ્યું માં રહેતા જયંતીભાઈ વિઠ્ઠલભાઈ વસાવા ગામના પાદરે ચકલાના ચોકમાં સંધ્યાકાળના સમયે બેઠા હતા તે દરમિયાન જૂના ઝઘડાની રેસ રાખી વિસ્તારમાં જ રહેતો સંજય સોમાભાઈ વસાવા અચાનક જલાઉ લાકડાના ટુકડાના સપાટા સાથે દોડી આવી જયંતીભાઈ વિઠ્ઠલભાઈ વસાવા ને સપાટા મારી તેને ગંભીર ઈજા પહોંચાડતા તેઓને સારવારથી ખસેડતા ફરજ પરના તબીબોએ જયંતીભાઈ વસાવાને મરણ જાહેર કર્યા હતા અને લાકડાના સપાટા મારનાર સંજય સોમાભાઈ વસાવા સામે આમોદ પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સંજય વસાવા પોતાના જ પાડોશી જયંતીભાઈ વસાવાને લાકડીના સપાટા મારી હત્યા કરવાના પ્રકરણમાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી : આ સમગ્ર કેસ ભરૂચ બીજા એડિશનલ સેશન્સ જજ એજાજ મોસીનઅલી શેખ સાહેબ સમક્ષ ચાલી જતા બંને પક્ષોની દલીલો પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં સરકારી વકીલ નીલમબેન એમ મિસ્ત્રીએ ફરિયાદી પક્ષે ધારદાર દલીલો પોસ્ટમોટમ રિપોર્ટ તથા ગુનાના કામે સાક્ષીઓને તપાસવા સાથે તમામ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને અંતે સમગ્ર કેસમાં બીજા એડિશનલ સેશન્સ જજ સાહેબે પુરાવા અને સાક્ષીઓને ધ્યાને રાખી અને સરકારી વકીલ નીલમબેન મિસ્ત્રીની ધારદાર દલીલ અને પુરાવાને ધ્યાનમાં રાખી આખરે આરોપી સંજય સોમાભાઈ વસાવાને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા 30,000નો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો