ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહિબના નામથી ઓળખાતા ગુરુદ્વારા ખાતે શીખ સમુદાયના લોકોએ નાનકજીના દર્શન કરીને ગુરુનાનકજીની જન્મ જયંતિની ઉજવણી કરી હતી. ગુરુ નાનકજી હજારો વર્ષ પહેલાં ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધા રસ્તા પર ચલાવવા નીકળ્યા હતાં ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતાં.
જ્યાં તેમણે ચાદર પર બિરાજમાન થઈને નર્મદા નદીને પાર કરી હતી.આ ઘટનાની યાદમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલા ગુરુદ્વારા ચાદર સાહીબ ગુરુદ્વારા નામથી પ્રચલિત થઈ છે. કસક સ્થિત ગુરુદ્વારામાં પ્રચલિત થઈ છે. કસક સ્થિત ગુરુદ્વારામાં આજરોજ ગુરુનાનક જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ગુરૂબાની, પ્રાર્થના સહિત લંગર અને વીશેષમાં રકતદાન શિબિરનું આયોજન કરાયું હતું.
Author: geogujaratnews
Views: 183