ભરૂચ- અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર ભારે વાહનો પસાર કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર આજે વહેલી સવારે નર્મદા મૈયા બ્રિજ પરથી મોટી ટ્રક પસાર કરવામાં આવી હતી. અકસ્માત ઝોનના કારણે આ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અને આ અંગે કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતાંય અવારનવાર બ્રિજ પરથી ભારદારી વાહનો બે રોકટોક પણે પસાર કરવામાં આવે છે. બ્રિજની બન્ને તરફ પોલીસ પોઈન્ટ હોવા છતાં પણ બ્રિજ પરથી ભારે વાહનો પસાર થાય છે.? ત્યારે તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો કડક પણે અમલ કરાવવામાં આવે તેમ પંથકની પ્રજા ઇચ્છિ રહી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com