દેવ દિવાળીને દેવ દીપાવલી અથવા ત્રિપુરોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, દેવ દિવાળી દર વર્ષે દેશભરમાં કારતક સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે.દેવ દિવાળીના દિવસે, તમામ દેવી-દેવતાઓ દિવાળી ઉજવવા માટે પૃથ્વી પર આવે છે.માનવામાં આવે છે કે કારતક સુદ પૂનમના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસને હરાવીને ત્રણેય જગતમાં તેના આતંકના શાસનમાંથી દેવી-દેવતાઓને મુક્ત કર્યા હતા. આ વિજયની ઉજવણીમાં, દેવી-દેવતાઓએ દીવા પ્રગટાવ્યા, જેની આપણે દેવ દિવાળી તરીકે ઉજવણી કરીએ છે. દેવ દિવાળીને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દિવાળી ધામધૂમથી ઉજવાય છે અને કારતક સુદ પૂનમના દિવસે દેવ દિવાળી પણ ખૂબ હર્ષોલ્લાસથી ઉજવાય છે.દર વર્ષે કારતક વદ અમાસના રોજ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે અને 15 દિવસ પછી કાર્તિક સુદ પૂનમના રોજ દેવ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે.દેવ-દિવાળી એ તહેવારોનો રાજા છે.

સનાતન ધાર્મિક ગ્રંથો અનુસાર, દૈવી કાળમાં એકવાર ત્રિપુરાસુરના આતંકથી ત્રણે લોકમાં ખળભળાટ મચી ગયો હતો. ત્રિપુરાસુરના પિતા તારકાસુર દેવતાઓના સેનાપતિ કાર્તિકેય દ્વારા માર્યા ગયા હતા. તેનો બદલો લેવા માટે, તારકાસુરના ત્રણ પુત્રોએ ભગવાન બ્રહ્માની સખત તપસ્યા કરી અને તેમની પાસે અમર થવાનું વરદાન માંગ્યું. જો કે, ભગવાન બ્રહ્માએ તારકાસુરના ત્રણ પુત્રોને અમરત્વનું વરદાન ન આપીને અન્ય વરદાન આપ્યું હતું. પાછળથી ભગવાન શિવે કારતક સુદ પૂનમના દિવસે તારકાસુરના ત્રણ પુત્રો એટલે કે, ત્રિપુરાસુરનો વધ કર્યો હતો. તે દિવસે દેવતાઓએ ગંગા નદીના કિનારે દીવો પ્રગટાવીને દેવ દિવાળીની ઉજવણી કરી હતી. ત્યારથી દેવ દિવાળી ઉજવવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ દર વર્ષે કારતક સુદ પૂનમના દિવસે દેવ દિવાળી ઉજવવામાં આવે છે.હિંદુ ધર્મમાં પૂર્ણિમાનું વિશેષ સ્થાન છે અને તેમાંથી કારતક મહિનામાં આવતી પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે.દિવસે શિવે રાક્ષસ ત્રિપુરાસુરનો વધ કર્યો હતો અને વિષ્ણુએ પણ મત્સ્ય અવતાર લીધો હતો. દેવદિવાળી એ હિંદુ પંચાંગ મુજબ કારતક સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. જેમ દિવાળી પાંચ દિવસોની છે તેમ દેવદિવાળી પણ અગિયારસથી શરૂ થઈને પૂનમ સુધી એમ પાંચ દિવસ માટે ઉજવવામાં આવે છે. નામ મુજબ દેવ દિવાળીને દેવોની દિવાળી તરીકે ગણવામાં આવે છે. તેનું ધાર્મિક મહત્વ ઘણું છે. તથા તે દિવાળીનાં પર્વની પૂર્ણાહુતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં ભગવાન માટે છપ્પન ભોગ અન્નકૂટ ધરાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે.

ભરૂચના શક્તિનાથ ખાતે આવેલા શ્રી BAPS સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે વિવિધ પ્રકારની વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને ભગવાન શ્રી સ્વામિનારાયણનું પૂજન, અર્ચન, દર્શન, આરતી, પ્રસાદી અને અન્નકૂટના દર્શનનો લાભ લઈને પોતાનો જન્મારો સફળ કર્યો હતો

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com