Geo Gujarat News

ભરૂચ: આંબેડકર જયંતિની રજા જાહેર કરવા માંગ, સ્વયમ સૈનિક દળ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને સંબોધીને સ્વયમ સૈનિક દળ દ્વારા એક આવેદન પત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ૧૪મી એપ્રિલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. સાથે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે રાશનકાર્ડ કે.વાય.સી.માંથી મુક્તિ આપવા ઉપરાંત અનુસુચિત જાતિ,અનુસુચિત જનજાતિ અને લઘુમતી સમાજ સાથે થતા અત્યાચાર અને અન્યાય દુર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *