Geo Gujarat News

લીમખેડા વિધાનસભા વિસ્તારનો ભાજપાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા

લીમખેડા વિધાનસભા મતવિસ્તારના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન ભાજપા લીમખેડા દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ડો.કુબેર ડિડોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમ મા પંચાયત મંત્રી બચું ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતાભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે દિવાળી બાદ કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન કાર્યકમ યોજવામાં આવે છે, જે અંતર્ગત આજે લીમખેડાના મોટાહાથીધરા ખાતે લીમખેડા વિધાનસભા મતવિસ્તારનો સ્નેહમિલન કાર્યક્રમ રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડિડોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકોના વિકાસ માટે અનેક યોજનાઓ શરુ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી હંમેશા આદિવાસી સમાજની ચિંતા કરી છે, અને સાથે સમાજનુ ગૌરવ એવા ભગવાન બિરસા મુંડાને વિશેષ સન્માન આપવાનુ કામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ છે. અને સમગ્ર દેશમા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને ” જનજાતિ ગૌરવ દિવસ ” તરીકે ઉજવણી કરીને આદિવાસી સમાજના જનનાયકનુ સન્માન કર્યુ છે.

આ કાર્યક્રમમા ઉપસ્થિત પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડે ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને નવા વરસની શુભેચ્છાઓ પાઠવી હતી, અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે આઝાદી બાદ કોંગ્રેસની સરકારોએ માત્ર આદિવાસીઓનું શોષણ કર્યું છે, ગુજરાતની ભાજપની સરકાર દ્વારા આદિવાસી સમાજમાં શિક્ષણનું સ્તર સુધારવા અનેક યોજનાઓ અમલમા મુકી છે, આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓમાં મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરીને ડોક્ટર બને તે માટે દાહોદ ખાતે મેડિકલ કોલેજ શરુ કરવામા આવી છે, સાથે ગુજરાતના નાગરીકોનુ સ્વાસ્થ્ય સારુ રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિલેટ વર્ષની ઉજવણી કરીને આદિવાસી ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવતા પરંપરાગત ધાન રાગી એટલે કે નાગલી ને પણ દુનિયાભરમાં પ્રચલિત કરી તેમના લાભની યોજના બનાવી છે. અને ગુજરાત સરકારે દાહોદ જીલ્લાના ખેડુતોને 1 કિલો બાવટાનુ બિયારણ મફત આપીને મિલેટ અનાજ તરફ ખેડુતોને વાળવાનુ કામ કર્યુ છે, તેમ જણાવ્યુ હતુ.આ કાર્યક્રમમા ઉપસ્થિત પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડે ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને નવા વરસની શુભેચ્છાઓ પાઠવી હતી.

અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે આઝાદી બાદ કોંગ્રેસની સરકારોએ માત્ર આદિવાસીઓનું શોષણ કર્યું છે, ગુજરાતની ભાજપની સરકાર દ્વારા આદિવાસી સમાજમાં શિક્ષણનું સ્તર સુધારવા અનેક યોજનાઓ અમલમા મુકી છે, આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓમાં મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરીને ડોક્ટર બને તે માટે દાહોદ ખાતે મેડિકલ કોલેજ શરુ કરવામા આવી છે, સાથે ગુજરાતના નાગરીકોનુ સ્વાસ્થ્ય સારુ રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિલેટ વર્ષની ઉજવણી કરીને આદિવાસી ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવતા પરંપરાગત ધાન રાગી એટલે કે નાગલી ને પણ દુનિયાભરમાં પ્રચલિત કરી તેમના લાભની યોજના બનાવી છે. અને ગુજરાત સરકારે દાહોદ જીલ્લાના ખેડુતોને 1 કિલો બાવટાનુ બિયારણ મફત આપીને મિલેટ અનાજ તરફ ખેડુતોને વાળવાનુ કામ કર્યુ છે, તેમ જણાવ્યુ હતુ.

લીમખેડા વિધાનસભા મત ક્ષેત્રના ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઈ આંબલીયાર મહામંત્રી સ્નેહલ દરિયા ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, લીમખેડા ભાજપા પ્રમુખ રતનસિંહ રાવત, મહામંત્રી અનિલભાઈ શાહ સહિત મોટી સંખ્યામા કાર્યકર્તાઓ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *